ભરૂચ: મોડી રાત્રી દરમ્યાન ઝરમર વરસાદ, વાતાવરણમાં ઠંડક

ભરૂચ શહેર અને જિલ્લામાં મોડી રાત્રી દરમિયાન ઝરમર વરસાદ વરસ્યો હતો જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી

New Update

ભરૂચ શહેર અને જિલ્લામાં મોડી રાત્રી દરમિયાન ઝરમર વરસાદ વરસ્યો હતો જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી

ગુજરાતમાં ધીમેધીમે ચોમાસું જામી રહ્યું છે ત્યારે હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તે મુજબ ભરુચ શહેર અને જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. ભરૂચ શહેરના પાંચબત્તી, સ્ટેશન રોડ મહમદપુરા, ઝાડેશ્વર ચોકડી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. તો આ તરફ જિલ્લાના નવ તાલુકામાં છૂટોછવાયો વરસાદ નોંધાયો હતો જેના કારણે ગરમીથી લોકોને આંતરિક ગ્રાહક મળી હતી તો આ તરફ ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે
Latest Stories