ભારે પવન અને વરસાદના કારણે જિલ્લાભરના વિવિધ વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી

ભરૂચ શહેર તથા જિલ્લામાં હવામાન વિભાગની આગાહી અનુસાર ભારે પવન ફૂંકાવા સાથે ધોધમાર વરસાદ વરસતા ઠેક ઠેકાણે વૃક્ષો નમી પડવા સહિત ધરાશાયી થવાના બનાવો સામે આવ્યા છે.

New Update

ભરૂચ શહેર તથા જિલ્લામાં હવામાન વિભાગની આગાહી અનુસાર ભારે પવન ફૂંકાવા સાથે ધોધમાર વરસાદ વરસતા ઠેક ઠેકાણે વૃક્ષો નમી પડવા સહિત ધરાશાયી થવાના બનાવો સામે આવ્યા છે.

ભરૂચ શહેર થતાં જીલ્લામાં છેલ્લા 2 દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છેત્યારે ભરૂચ શહેરના કેટલાક વિસ્તારોમાં વૃક્ષો જમીનદોસ્ત થવાના કારણે યાતાયાત બાધિત થવાના દ્રશ્યો સામે આવ્યા છે. ભરૂચ શહેરના શિફા વિસ્તારમાં મહાકાય વૃક્ષ વરસાદના કારણે મુખ્ય માર્ગ પર ધરાશાયી થતાં JCB વડે તેને હટાવવાની કામગીરી કરવામાં આવતા એક તરફનો માર્ગ બંધ કરાયો હતો. જેથી ટ્રાફિકજામ સર્જાતા વાહન ચાલકોને હાલાકી વેઠવી પડી હતી. તો બીજી તરફથામ ગામ નજીક મુખ્ય સ્ટેટ હાઇવે પર અને કંથારિયા ગામ નજીક પણ વૃક્ષો ઢળી પડતાં લોકો માટે મુશ્કેલી ઊભી થઈ હતી. ભરૂચ જિલ્લામાં મૂશળધાર વરસાદના કારણે અનેક નાની મોટી દુર્ઘટનાઓ ઘટી છે. તો કેટલાંક વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થતાં લોકો મુશ્કેલીમાં મુકાયા હતા.

Latest Stories