New Update
ભરૂચમાં આજરોજ સ્કૂલ વેન ચાલકોની હડતાલના પગલે વાલીઓએ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો ત્યારે સ્કૂલ વેન ચાલકોએ કલેકટર તેમજ ધારાસભ્યને રજૂઆત કરી હતી.
ભરૂચ જિલ્લાના 650 થી વધુ પ્રાઇવેટ સ્કૂલવાહન ચાલકોની હડતાળના પેહલા દિવસે જ વાલીઓએ વરસતા વરસાદમાં સંતાનોને શાળાએ લેવા મુકવા જવા દોડ લગાવી પડી હતી.સ્કૂલ વર્ધિના પ્રાઇવેટ વાહન ચાલકોએ આજે કલેકટર કચેરીએ ભેગા થઈ RTO દ્વારા અપાતા 10 હજારના મેમામાં રાહત કરી આપવા રજુઆત કરી હતી. સાથે જ પ્રાઇવેટ વાહનમાંથી મેક્ષી કે ટેક્ષી પાર્સિંગ કરાવવાના વર્ષે 40 થી 45 હજારના ખર્ચમાં રાહત આપવા પણ માંગ કરાઈ હતી.પ્રાઇવેટ પાર્સિંગની સ્કૂલવાનના ચાલકોને RTO ટાર્ગેટ કરી રહી હોવાનો પણ આક્ષેપ કરાયો હતો.
તેઓએ સલામતીના તમામ નિયમોનું પાલન કરવા જણાવી 5 થી 6 બાળકો જ બેસાડવા પરવડે તેમ નહિ હોવાનો સુર વ્યક્ત કર્યો હતો.હડતાલ પર ઉતરેલા સ્કૂલ વાન ચાલકોએ જે બાદ ધારાસભ્ય અરૂણસિંહ રણાને રજુઆત કરી હતી. વિદ્યાર્થીઓની સલામતી અને કાયદાનું પાલનએ રાજ્ય સરકારની પ્રાથમિકતા હોવાનું અરૂણસિંહ રણાએ જણાવી, વાલીઓ અને વાહન ચાલકો પર આર્થિક ભારણ ના આવે તે માટે સરકારને બનતા પ્રયાસ અને રજૂઆત કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી.
Latest Stories