New Update
ભરૂચના નંદેલાવ વિસ્તારમાં બન્યો હતો બનાવ
રાજસ્થાની યુવાનની થઈ હતી હત્યા
યુવાનના ઘરમાં જ તેની કરાય હતી હત્યા
6 દિવસ બાદ પણ આરોપીઓ પોલીસ પકડથી દુર
પરિવારજનોએ પોલીસને કરી રજુઆત
ભરૂચમાં કેટરર્સના ધંધાર્થીની હત્યાના 6 દિવસ બાદ પણ આરોપીઓ ન ઝડપાતા પરિવારજનોમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે આજરોજ પરિવારજનો અને સ્થાનિકો દ્વારા એ ડિવિઝન પોલીસને રજુઆત કરવામાં આવી હતી.
ભરૂચના નંદેલાવ ગામ નજીક આવેલી આશીર્વાદ સોસાયટીમાં 17 ઓગસ્ટના રોજ પ્રકાશ માલી નામના કેટરર્સની હત્યાની બનાવ બન્યો હતો. હત્યારાઓ તેમની ગળે ટુંપો આપી હત્યા કરી ફરાર થઇ ગયા હતા ત્યારે એ ડિવિઝન પોલીસે આ મામલે તપાસ હાથ ધરી હતી જોકે બનાવના 6 દિવસ બાદ પણ પોલીસ હત્યારાઓનું પગેરું ન શોધી શકતા પરિવારજનોમાં રોષ જોવા મળી રહ્યો છે.
આજે મૃતકના પરિવારજનો તથા સગાં-સંબંધીઓ ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે ભેગા થયા હતા અને તેમણે પોલીસ વિભાગને લેખિત રજૂઆત કરી હતી. પરિવારજનોની માંગણી છે કે વહેલી તકે આરોપીઓને પકડી કડક સજા કરવામાં આવે. આ તરફ પોલીસ હાલમાં સી.સી.ટી.વી. ફૂટેજ અને કોલ ડિટેઈલ્સના આધારે વધુ તપાસ ચલાવી રહી છે.
Latest Stories