New Update
ભરૂચમાં કાર્યક્રમનું કરવામાં આવ્યું આયોજન
દેહદાતા-ચક્ષુદાતાના પરિવારજનોનું સન્માન
જયા બહેન મોદી હોસ્પિટલ દ્વારા કાર્યક્રમ યોજાયો
વિવિધ સંસ્થાઓનો સહયોગ સાંપડ્યો
આમંત્રીતો રહ્યા ઉપસ્થિત
ભરૂચની રૂગટા સ્કૂલ ખાતે શ્રીમતિ જયાબહેન મોદી મલ્ટીસ્પેસલિટી હોસ્પિટલ, જી.સી. નાહર રોટરી આઇ બેંક, રોટરી ક્લબ અંકલેશ્વર અને સંકલ્પ ફાઉન્ડેશન અને સહયોગી સંસ્થાના દ્વારા દાતા અને દાતા પરિવારજનોનું સન્માન કરવામાં આવ્યું
અંકલેશ્વરની શ્રીમતિ જયાબેન મોદી મલ્ટીસ્પેસલિટી હોસ્પિટલ, જી.સી. નાહર રોટરી આઇ બેંક, રોટરી ક્લબ અંકલેશ્વર, સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ અને સહયોગી સંસ્થાના દ્વારા ભરૂચની રૂગટા સ્કૂલ ખાતે અંગદાતા,દહેદાતા અને ચક્ષુદાતાઓને પારિવારિક સ્મરણાંજલિ અર્પણ કરતો કાર્યક્રમ યોજાયો હતો.જે કાર્યક્રમનો આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મુકવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં દાતા અને દાતાઓના પરિવારજનોનું સન્માન કરવામાં આવ્યું હતું.સદર કાર્યક્રમમાં અનીર્દેશદાસ સ્વામી અને યશોનિધિદાસ સ્વામી તેમજ હરીશ જોશી,જુગલ કે.રુઈયા સહીત આમંત્રિતો અને વિવિધ સંસ્થાના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories