New Update
ભરૂચમાં ગણેશ મહોત્સવની પૂર્ણાંહુતિ
10 દિવસનું આતિથ્ય માણ્યા બાદ એકદંતને વિદાય
શહેરના રાજમાર્ગો પર નિકળી વિસર્જન યાત્રા
કૃત્રિમ જળકુંડમાં શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન
ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
ભરૂચના 10 દિવસનું આતિથ્ય માણ્યા બાદ મંગળ મવારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે 3 કૃત્રિમ કુંડમાં શ્રીજીની પ્રતિમાઓના વિસર્જન કરવામાં આવ્યું હતું.
આજે અનંત ચૌદશના રોજ ભરુચ જીલ્લામાં ગણેશ ભક્તોએ વાજતે ગાજતે વિઘ્નહર્તાને અગલે બરસ તું જલ્દી આના..કોલ સાથે વિદાય આપી હતી.શહેરના રાજમાર્ગો પર ભવ્ય વિસર્જન યાત્રા નિકળી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
ભરૂચમાં જે.બી. મોદી પાર્ક નજીક, મકતમપુર અને ઝાડેશ્વર ગાયત્રી મંદિર નજીક 3 કૃત્રિમ કુંડ વિસર્જન માટે બનાવાયા હતા. જ્યાં પાલિકા પ્રમુખ સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓએ પણ ઉપસ્થિત રહી વિસર્જનની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.નર્મદા નદીમાં ભરુચ નીલકંઠેશ્વર નર્મદા કિનારે અને ગોલ્ડન બ્રિજ ખાતે મુર્તિ વિસર્જન માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો જેને લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો તો 9 ફૂટથી મોટી ગણેશ મૂર્તિઓનું ભાડભુતમ ખાતે ક્રેનની મદદ વડે વિસર્જનની વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી.વિસર્જન દરમ્યાન કોઈ અનીરછનિય બનાવ ન બને એ માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.
Latest Stories