ભરૂચ: વાગરાના ૬ ગામોના ખેડૂતો અને બહેનોને હાલોલ પ્રાકૃતિક યુનિવર્સિટી અને અંબિકા ફાર્મની વિઝિટ કરાવવામાં આવી

ખેડૂતો માટે પ્રાકૃતિક ખેતી આશિર્વાદરૂપ સાબિત થઈ રહી છે ત્યારે ૧૬૮ ખેડૂતોને વડોદરા નજીક એક પ્રગતિશીલ ખેડૂતના ફાર્મની વિઝિટ કરાવવામાં આવી......

New Update
પ્રાકૃતિક ખેતી વિઝિટ
ખેડૂતો માટે પ્રાકૃતિક ખેતી આશિર્વાદરૂપ સાબિત થઈ રહી છે ત્યારે ૧૬૮ ખેડૂતોને વડોદરા નજીક એક પ્રગતિશીલ ખેડૂતના ફાર્મની વિઝિટ કરાવવામાં આવી હતી ત્યાર બાદ હાલોલ ખાતે આવેલ પ્રાકૃતિક યુનિવર્સિટીની મુલાકાતે પણ લઈ જવામાં આવ્યા હતા જ્યાં યુનિવર્સિટીના નિષ્ણાંત સ્ટાફ દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. 
Advertisment
પ્રાકૃતિક ખેતી વિઝિટ 2
૬ ગામની બહેનોને તેમની આવકમાં વધારો થાય એ હેતુથી કિચન ગાર્ડન અને વેલ્યુ એડિસનની તાલીમો આપી પગભર થાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે ૬૦ બહેનોના ગ્રુપ દ્વારા ડાંગ, સાપુતારા ખાતે આવેલા અંબિકા ફાર્મની મુલાકાત લઈ ત્યાંની બહેનોની પ્રવૃતિ નિહાળી તેમના દ્વારા તૈયાર કરવામાં આવેલ પાપડ અને મસાલાના પેકેજીંગનું નિરીક્ષણ કરીને તેનો અભ્યાર કરવામાં આવ્યો હતો. સમગ્ર ગ્રામજનોએ આ મદદ માટે આભારની લાગણી વ્યક્ત કરી હતી.
Advertisment
Latest Stories