ભરૂચ: જંબુસરમાં ટેકાનાં ભાવે તુવેર વેચવા ખેડૂતોની પડાપડી, ટ્રેક્ટરોની લાગે છે લાંબી કતાર

જંબુસરમાં છેલ્લા દસ-બાર દિવસથી ટેકાના ભાવે તુવેરની ખરીદી થઈ રહી છે ત્યારે 23,000 જેટલી બેગની ખરીદી કરવામાં આવી છે રોજના 70 થી 80 ટ્રેક્ટરમાં તુવેર ભરીને ખેડૂતો ટેકાના વેચવા આવે છે.

New Update
  • ભરૂચના જંબુસરમાં કરવામાં આવ્યો પ્રારંભ

  • ટેકાના ભાવે તુવેરની ખરીદીનો પ્રારંભ કરાયો

  • 7550 રૂપિયાના ભાવે તુવેરની ખરીદી

  • ટ્રેક્ટરોની લાગે છે લાંબી લાઇન

  • ખેડૂતોને આપવામાં આવે છે ટોકન

ભરૂચના જંબુસરમાં ટેકાના ભાવે તુવેરની ખરીદી શરૂ કરવામાં આવતા ખેડૂતોમાં ઉમંગનો માહોલ જોવા મળી રહ્યો છે જોકે વહેલી સવારથી જ ખેડૂતોએ લાઈનમાં લાગી જવું પડે છે
ભરૂચના જંબુસર પંથકમાં મોટા પ્રમાણમાં ખેડૂતોએ તુવેરનું વાવેતર કર્યું છે ત્યારે તુવેરના સારા એવા ભાવ ખેડૂતોને મળી રહ્યા છે. જંબુસર તાલુકામાં સરકારના ટેકાના ભાવ પર તુવેર ખરીદી શરૂ થતાં ખેડૂતોમાં ઉમંગ જોવા મળી રહ્યો છે. ગુજરાત એગ્રો નામની એજન્સી દ્વારા યુનિયન જીનની બાજુના કમ્પાઉન્ડમાં તુવેર ખરીદી શરૂ કરવામાં આવી છે ત્યારે વહેલી સવારથી જ ખેડૂતો  ટ્રેક્ટરોમાં તુવેર ભરીને લાઈનમાં લાગી જાય છે. દિવસભર રાહ જોતા રહેવા છતાં પણ તમામ ખેડૂતોની તુવેર ખરીદાઈ શકે તેવી વ્યવસ્થા અપૂરતી જણાઈ રહી છે.
પ્રતિ કવિન્ટલ 7,550 રૂપિયાના ટેકાના ભાવે ખેડૂતો પાસેથી ખરીદી ચાલુ છે જેને લઈ ખેડૂતોમાં ઉત્સાહ જોવા મળ્યો છે. જંબુસરમાં છેલ્લા દસ-બાર દિવસથી ટેકાના ભાવે તુવેરની ખરીદી થઈ રહી છે ત્યારે 23,000 જેટલી બેગની ખરીદી કરવામાં આવી છે ખેડૂતોને અગવડ ન પડે તે માટે ટોકન સિસ્ટમ પણ રાખવામાં આવી છે. રોજના 70 થી 80 ટ્રેક્ટરમાં તુવેર ભરીને ખેડૂતો ટેકાના વેચવા આવે છે.
Read the Next Article

ભરૂચ: સાર્થક ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા નગરપાલિકાના ફાયર વિભાગના કર્મચારીઓનું કરાયુ સન્માન

ભરૂચમાં વિપરીત પરિસ્થિતિમાં પણ ફરજ બજાવતા નગરપાલિકા ફાયર વિભાગના કર્મચારીઓનું  સાર્થક ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું....

New Update

ભરૂચમાં યોજાયો કાર્યક્રમ

સાર્થક ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા કાર્યક્રમનું આયોજન

ફાયર વિભાગના કર્મચારીઓનું કરાયુ સન્માન

આગ સહિતની ઘટનાઓમાં બજાવે છે ફરજ

અધિકારીઓ રહ્યા ઉપસ્થિત

ભરૂચમાં વિપરીત પરિસ્થિતિમાં પણ ફરજ બજાવતા નગરપાલિકા ફાયર વિભાગના કર્મચારીઓનું  સાર્થક ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું
ભરૂચનું સાર્થક ફાઉન્ડેશન જીવદયા સહિત વિવિધ સેવાકીય કાર્યો સાથે સંકળાયેલું છે.શહેરમાં પક્ષીઓ વીજતાર પર લટકાઈ જાય કે કોઈ પ્રાણી ગટરમાં પડી જાય ત્યારે ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી રેસ્ક્યુ કામગીરી કરે છે. આવી આપત્તિ દરમિયાન પણ ફાયર વિભાગની ટીમ જીવ જોખમમાં મૂકી સેવા આપે છે.આ સેવાકીય કાર્યો માટે સાર્થક ફાઉન્ડેશનના સ્નેહલ શાહ સહિતની ટીમ દ્વારા નગરપાલિકા સભાખંડ ખાતે પાલિકા ઉપપ્રમુખ અક્ષય પટેલ અને ફાયર વિભાગના ચેરમેન રાકેશ કહારની ઉપસ્થિતિમાં ફાયર વિભાગના અધિકારી ચિરાગ ગઢવી અને તેમની ટીમને સન્માનપત્ર તથા શીલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.