ભરૂચ: દહેજની નિયોજન કેમિકલ કંપનીમાં ભીષણ આગ, 16 ફાયર ટેન્ડરોએ આગ પર મેળવ્યો કાબુ

ભરૂચના દેહેજના આવેલી નિયોજન કેમિકલ કંપનીમાં મોડી રાત્રે આગ ફાટી નીકળી હતી. લગભગ પાંચ કલાકની જહેમત બાદ 16 ફાયરટેન્ડરોએ આગ પર કાબુ મેળવ્યો હતો

New Update
ભરૂચના દહેજનો બનાવ
Advertisment
સેઝ-2માં આવેલ કેમિકલ કંપનીમાં આગ
નિયોજન કેમિકલ કંપનીમાં આગ ફાટી નીકળી
16 ફાયર ટેન્ડરોએ આગ પર મેળવ્યો કાબુ
સદનસીબે કોઈ જાનહાની નહીં
ભરૂચના દેહેજના આવેલી નિયોજન કેમિકલ કંપનીમાં મોડી રાત્રે આગ ફાટી નીકળી હતી. લગભગ પાંચ કલાકની જહેમત બાદ 16 ફાયરટેન્ડરોએ આગ પર કાબુ મેળવ્યો હતો
Advertisment

ભરૂચના દહેજમાં ફરી એકવાર આગનો બનાવ સામે આવ્યો છે જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. દહેજના સેઝ-2માં આવેલ નિયોજન કેમિકલ કંપનીમાં મોડી રાત્રે અચાનક આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું જેના કારણે અગન જવાળાઓ દૂર દૂર સુધી નજરે પડી હતી.આ અંગેની જાણ કરાતા જ ફાયર ફાઈટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન હાથ ધર્યો હતો. લગભગ પાંચથી સાડા પાંચ કલાકની જહેમત બાદ 16 ફાયર ટેન્ડરો દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. કંપનીના એમ.પી.પી.-3 પ્લાન્ટમાં રસાયણિક પ્રક્રિયા દરમિયાન આગ ફાટી નીકળી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. જેમાં કંપનીનું વેરહાઉસ સહિત પ્લાન્ટ બળીને ખાક થઈ ગયો હતો.ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગ તેમજ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી જો કે આગના પગલે દોડધામ મચી જવા પામી હતી.

Advertisment
Latest Stories