ભરૂચ: અમોદના મંજુલા ગામે ઘાસચારો ભરેલ ટેમ્પામાં આગ ભભૂકી ઉઠી

ટેમ્પોમાં અચાનક આગ લાગતાં ગામ લોકોએ મહા મહેનતે આગ પર કાબૂ મેળવી હાશકારો અનુભવ્યો

author-image
By Connect Gujarat
New Update
આમોદ ટ્રકમાં લાગી આગ

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના મંજુલા ગામે ઘાસચારો ભરેલ ટેમ્પોમાં અચાનક આગ લાગતાં ગામ લોકોએ મહા મહેનતે આગ પર કાબૂ મેળવી હાશકારો અનુભવ્યો હતો ગામ લોકોએ બનાવનાં પગલે આમોદ નગર પાલિકાનાં પ્રમુખને ટેલિફોનીક વાત કરી હતી પરંતુ ગામ લોકોએ આગ પર કાબુ મેળવ્યા બાદ ફાયર બ્રિગેડ આવતાં ગામ લોકોનો રોષનો ભોગ બન્યા હતા જ્યારે  સ્થાનિકો દ્વારા જીઇબીનાં વીજ વાયરો વધુ પડતાં નીચે હોવાથી આગ લાગી હોવાનો આક્ષેપો પણ કર્યા અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ નગર પાલિકાનો ફાયર બ્રિગેડનો ટ્રક બંધ હાલતમાં હોવાથી અન્ય નગર પાલિકાને સંપર્ક કરી ફાયર બ્રિગેડને બોલાવી હતી જેનાં પગલે ફાયર બ્રિગેડને મોડું થતા આવતાં વાર લાગી