ભરૂચ: મુંબઈથી આવતી અમૃતસર એક્સપ્રેસમાં અચાનક આગથી મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા,સદનસીબે જાનહાની ટળી

ટ્રેન ઉભી રહેતા જ તમામ મુસાફરો ટ્રેનની નીચે સુરક્ષિત રીતે ઉતરી ગયા હતા,અને મોટી જાનહાની ટળી હતી,આગ પર કાબુ મેળવી લીધા બાદ ટ્રેનને ભરૂચ રેલવે સ્ટેશન ખાતે લઈ જવામાં આવી

author-image
By Connect Gujarat Desk
New Update
Advertisment
  • અંકલેશ્વર ભરૂચ રેલવે ટ્રેક પર ટ્રેનમાં લાગી આગ 

  • મુંબઈથી અમૃતસર જતી ટ્રેનમાં લાગી આગ

  • અમૃતસર એક્સપ્રેસમાં આગથી રેલ યાત્રીઓમાં ફફડાટ 

  • ટ્રેનના ફાયર સેફટીના સાધનોથી આગ પર મેળવાયો કાબુ 

  • મોટી જાનહાની ટળતા સૌ એ લીધો રાહતનો શ્વાસ  

Advertisment
અંકલેશ્વરથી ભરૂચ તરફ દોડતી અમૃતસર એક્સપ્રેસમાં અચાનક આગની ઘટના બનતા રેલ યાત્રીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો,જોકે સદનસીબે કોઈ જાનહાની ન પહોંચતા સૌએ રાહત નો શ્વાસ લીધો હતો.
મુંબઈથી અમૃતસર તરફ દોડતી અમૃતસર એક્સપ્રેસ ટ્રેન અંકલેશ્વરથી ભરૂચ તરફ દોડી રહી હતી,તે દરમિયાન અચાનક કોઈ કારણોસર ટ્રેનના એક ડબ્બામાં આગ લાગી હતી,જેના કારણે ટ્રેનમાં સવાર રેલ યાત્રીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો,જોકે સમય સુચકતા વાપરીને ટ્રેનને ભરૂચના સિલ્વર બ્રિજ પહેલા રોકી દેવામાં આવી હતી,અને ટ્રેનના જ ફાયર સેફટીના સાધનોની મદદથી આગ પર ત્વરિત કાબુ મેળવી લેવામાં આવ્યો હતો.
Advertisment
ટ્રેન ઉભી રહેતા જ તમામ મુસાફરો ટ્રેનની નીચે સુરક્ષિત રીતે ઉતરી ગયા હતા,અને મોટી જાનહાની ટળી હતી,આગ પર કાબુ મેળવી લીધા બાદ ટ્રેનને ભરૂચ રેલવે સ્ટેશન ખાતે લઈ જવામાં આવી હતી,અને સર્જાયેલી ઘટનાને પગલે રેલવેના ઉચ્ચ અધિકારી તેમજ રેલવે પોલીસ દ્વારા જરૂરી તપાસ શરૂ કરવામાં આવી હતી. 
Latest Stories