ભરૂચ: વાલિયાના નલધરી ગામ નજીક ટ્રકમાં આગ, વીજ લાઇનને અડી જતા ટ્રકમાં આગ ફાટી નિકળી

ભરૂચના વાલિયા-અંકલેશ્વર માર્ગ ઉપર નલધરી ગામના નાળા વીજ લાઈનને મટીરીયલ નાખવા આવેલ હાઈવા ટ્રક અડી જતા તેમાં આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી જવા પામી

New Update
aaa

ભરૂચના વાલિયા-અંકલેશ્વર માર્ગ ઉપર નલધરી ગામના નાળા વીજ લાઈનને મટીરીયલ નાખવા આવેલ હાઈવા ટ્રક અડી જતા તેમાં આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી જવા પામી

ભરૂચના વાલિયા-અંકલેશ્વર માર્ગ ઉપર નલધરી ગામના નાળાની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન મટીરીયલ નાખવા માટે આવેલ હાઈવા ટ્રકના ચાલકે હાઇડ્રોલિક ઊંચું કરી માટી ખાલી કરી હાઇડ્રોલિક નીચું કરતા ત્યાંથી પસાર થતા સુગર ફીડરની હાઇટેનશન લાઈનમાં ટ્રકનો ઉપરનો ભાગ અડી જતા આગ ભભૂકી ઉઠી હતી.આગને પગલે રાહદારીઓએ ફાયર વિભાગ અને પોલીસને જાણ કરતા ઝઘડિયા ફાયર ફાયટરના જવાનો સ્થળ પર દોડી આવ્યા હતા અને વીજ કંપનીના કર્મચારીઓની મદદ વડે વીજ પુરવઠો બંધ કરાવી આગ ઉપર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.આગની ઘટનામાં કોઈને પણ જાનહાની નહીં થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો.