ભરૂચ: વરસાદી વિઘ્ન બાદ હોસ્ટેલ ગ્રાઉન્ડ પર ફટાકડા બજાર ધમધમ્યુ

આ વર્ષે ફટાકડાના ભાવમાં સામાન્ય વધારો થયો છે. અત્યાર સુધી વરસાદી મહોલના કારણે વેપારીઓને નુકશાનીનો સામનો કરવો પડે એવો માહોલ સર્જાયો હતો વેચાણમાં સારો પ્રતિસાદ મળે તેવી વેપારીઓ આશા સેવી રહ્યા છે.

New Update

હોસ્ટેલ ગ્રાઉન્ડ પર ફટાકડાના સ્ટોલ ઊભા કરાયા

અવનવા પ્રકારના ફટકડા જોવા મળ્યા

રંગોળીના કલર-દીવડાનું પણ વેચાણ

ભાવમાં સામાન્ય વધારો

આ સિઝન સારી જાય એવી વેપારીઓને આશા

પ્રકાશના પર્વ દિવાળીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભરૂચ શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે ફટાકડાના વેપારીઓ દ્વારા સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે જ્યાં અવનવા પ્રકારના ફટકડાઓનું વેચાણ કરવામાં આવી રહ્યું છે
ભરૂચ શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે ફટાકડા બજાર ધમધમતા થયા છે ત્યારે આ વર્ષે ફટાકડાની અવનવી વેરાયટી બજારમાં આવી ગઈ છે. જોકે, આ વર્ષે ફટાકડાના ભાવમાં સામાન્ય વધારો થયો છે. અત્યાર સુધી વરસાદી મહોલના કારણે વેપારીઓને નુકશાનીનો સામનો કરવો પડે એવો માહોલ સર્જાયો હતો ત્યારે હવે ફટાકડાના વેચાણમાં સારો પ્રતિસાદ મળે તેવી વેપારીઓ આશા સેવી રહ્યા છે.
ફટાકડાની સાથે રંગોળીના કલર તેમજ દીવડા સહિતની સામગ્રીનું પણ વેચાણ થઈ રહ્યું. દિવાળીના સમયે હોસ્ટેલ ગ્રાઉન્ડ સહિત મુખ્ય માર્ગો પર અને માનવ વસ્તી નજીક પણ ફટાકડા સ્ટોલ ઉભા કરવામાં આવે છે, અને દર દિવાળીએ વહીવટી તંત્ર સુરક્ષા અને સલામતી બાબતે પરિપત્ર બહાર પાડી સંતોષ માની લેવાની જગ્યાએ ફટાકડાના વેપારીઓને કાયદાનું પણ પાલન કરાવે તે અત્યંત જરૂરી બન્યું છે.
સાથે જ કેટલાક વેપારીઓ જણાવી રહ્યા છે કે તેઓ દ્વારા નીતિ નિયમોનું પાલન કરવામાં આવે છે પરંતુ રોડ પર વેચાતા ફટાકડા બાબતે તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી એ બાબતે અધિકારીઓ ધ્યાન આપે તેવી માંગ કરવામાં આવી છે
#Bharuch News #Diwali Festival #ફટાકડા #fireworks market #ફટાકડા બજાર #Fire Works Market #Fire Works
Here are a few more articles:
Read the Next Article