ભરૂચ: મુલદ ચોકડી નજીક શ્રી સ્વામિનારાયણ ગુરુકુળનું કરાશે શિલાન્યાસ

શાસ્ત્રીજી મહારાજ  ધર્મજીવનદાસજી સ્વામીએ 1947માં રાજકોટ ગુરુકુલની સ્થાપના કરી અને ગુરુકુલ સંસ્કૃતિ પુનર્જીવિત કરી હતી.આજે ભારત, અમેરિકા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા,

swaminarayan
New Update
શાસ્ત્રીજી મહારાજ  ધર્મજીવનદાસજી સ્વામીએ 1947માં રાજકોટ ગુરુકુલની સ્થાપના કરી અને ગુરુકુલ સંસ્કૃતિ પુનર્જીવિત કરી હતી.આજે ભારત, અમેરિકા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, લેટિન અમેરિકા, કેનેડા સહિતના દેશોમાં 55 જેટલા ગુરુકુલો કાર્યરત છે..જે ધાર્મિક સામાજિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓથી સમાજમાં ખૂબ મોટું પ્રદાન આપી રહ્યા છે. ત્યારે એમની 56મી બ્રાન્ચ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ભરૂચ જે ભરૂચ ને આંગણે આવી રહી છે.
એ માટેનું ખાતમુહૂર્ત તથા શિલાન્યાસ વિધિ 17 ઓક્ટોબર 2024 શરદપૂર્ણિમા ગુરુવારના રોજ કરવામાં આવશે.નેશનલ હાઇવે પર મુલદ ચોકડી નજીક ગુરુકુળનું નિર્માણ કરવામાં આવશે.આ પ્રસંગે ગુજરાતના શિક્ષણ મંત્રી  પ્રફુલ પાનસેરીયા,ભરૂચના સાંસદ  મનસુખ વસાવા સહિત  અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાનના ગુરુપદે વીરાજીત દેવકૃષ્ણદાસજી સ્વામી, પરમ પૂજ્ય મહંત સ્વામી, શ્રી દેવપ્રસાદદાસજી સ્વામી, નીલકંઠધામના નિર્માતા પરમ પૂજ્ય સદગુરુ પુરાણી, શ્રી ધર્મવલ્લભદાસજી સ્વામી સહિતના સંતો અને ભક્તજનો ઉપસ્થિત રહેશે
#Bharuch #foundation #Sri Swaminarayan Gurukul #Education Minister Praful Panseria
Here are a few more articles:
Read the Next Article