ભરૂચ : ડિજિટલ અરેસ્ટની ધમકી આપી વૃદ્ધ પાસેથી રૂ. 30 લાખ ખંખેરતા ઠગબાજો, મામલો પહોચ્યો પોલીસ મથકે...

ઠગોએ વૃદ્ધને ડિજિટલ અરેસ્ટની ધમકી આપી તેમની પાસેથી રૂ. 30 લાખની FD તોડાવી, બેંક ઓફ મહારાષ્ટ્રના એકાઉન્ટમાં RTGS દ્વારા ટ્રાન્સફર કરાવી લીધા..

New Update
cyber-crime

ભરૂચમાં સાયબર ક્રાઇમનો વધુ એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક વૃદ્ધ વ્યક્તિ પાસેથી ડિજિટલ અરેસ્ટની ધમકી આપીને રૂ. 30 લાખની છેતરપિંડી કરવામાં આવી છે. મળતી માહિતી અનુસારભરૂચ શહેરના સિદ્ધનાથનગર સોસાયટીના રહેવાસી ભરતકુમાર કિશનાડવાલાને ગત તા. 20 ડિસેમ્બર-2024ના રોજ TRAI તરફથી હોવાનો દાવો કરતો ફોન આવ્યો હતો.

Advertisment

ઠગોએ પહેલા રેકોર્ડેડ મેસેજ દ્વારા અને પછી રાહુલકુમાર નામના વ્યક્તિએ TRAI અધિકારી હોવાનો દાવો કરીતેમનું સિમ કાર્ડ બંધ થવાની ધમકી આપી. ત્યારબાદ પ્રદીપ સાવંત નામના વ્યક્તિએ મુંબઈ સાયબર ક્રાઈમ પોલીસ અધિકારી હોવાનો દાવો કરી રૂ. 538 કરોડના મની લોન્ડરિંગ કેસમાં તેમનો મોબાઈલ નંબર સંડોવાયેલો હોવાનું જણાવ્યું હતું.

 એટલું જ નહીંઠગોએ ભરતકુમારને ડિજિટલ અરેસ્ટની ધમકી આપી તેમની પાસેથી રૂ. 30 લાખની FD તોડાવીબેંક ઓફ મહારાષ્ટ્રના એકાઉન્ટમાં RTGS દ્વારા ટ્રાન્સફર કરાવી લીધા હતા. સમગ્ર મામલે પીડિત વ્યક્તિએ પોતાના સંબંધીઓ સાથે વાત કર્યા બાદ આ છેતરપિંડીની જાણ થતાં સાયબર હેલ્પલાઈન 1930 પર ફરિયાદ નોંધાવી છેત્યારે હાલ તોભરૂચ સાયબર પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કેઆ પ્રકારનો ગંભીર મામલો સાયબર ક્રાઈમના વધતા જતા ખતરા તરફ ધ્યાન દોરે છેઅને લોકોને પણ સાયબર ઠગાઈથી સાવધાન રહેવા માટેની ચેતવણી આપતો આ કિસ્સો ભરૂચમાંથી સામે આવ્યો છે.

Advertisment
Latest Stories