New Update
ભરૂચના વાગરાની અલાદર પ્રાથમિક શાળામાં સામાજિક વનીકરણ ભરૂચ વિભાગના સહયોગથી નિ:શુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ.અનુપમ મિશન મોગરી જી.આણંદ સ્વામી નારાયણ સંસ્થા સંચાલિત આશા પ્રોજેક્ટના તબીબી સ્ટાફ દ્વારા નેત્ર નિષ્ણાંત ડોક્ટરો અને દાંતના તબીબ દ્વારા આંખ અને દાંત તપાસ કરી વિના મૂલ્યે ચશ્માનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. સાથે દર્દીઓને યોગ્ય માર્ગદર્શન અને દવાઓ પૂરી પાડવામાં આવી.આરોગ્ય કેન્દ્રના કર્મચારીઑ દ્વારા દર્દીઓને તપાસી વિનામુલ્યે દવાઓ આપી હતી.
Latest Stories