ભરૂચ : ખત્રીવાડ સ્થિત શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરના પટાંગણમાં વિનામુલ્યે રામલીલા રજૂ કરાય...

ભરૂચ શહેરના ધોળીકુઇ બજાર નજીક ખત્રીવાડ સ્થિત શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરના પટાંગણમાં રામલીલાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

New Update

ધોળીકુઇ બજાર નજીક ખત્રીવાડ ખાતે આયોજન

શ્રી કષ્ટભંજન દેવ મંદિરના પટાંગણમાં આયોજન

વિનામુલ્યે રામલીલાનું સુંદર આયોજન કરાયું

રામલીલા મંડળ-પ્રયાગરાજની ટીમ ઉપસ્થિત રહી

મોટી સંખ્યામાં સ્થાનિકોએ રામલીલાને નિહાળી

ભરૂચ શહેરના ધોળીકુઇ બજાર નજીક ખત્રીવાડ સ્થિત શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરના પટાંગણમાં રામલીલાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ શહેરના વોર્ડ નંબર 7માં આવેલ ખત્રીવાડ સ્થિત શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરના પટાંગણમાં રામલીલાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શ્રી રામ સીતા ધર્મ પ્રચારક રામાયણ રામલીલા મંડળ-પ્રયાગરાજ અયોધ્યાથી 1200 કિલોમીટર દૂર ભરૂચ ખાતે રામલીલાનું આયોજન કરવામાં આવ્યું હતું. રામલીલા ભજવનાર ટીમ ઉત્તરપ્રદેશના અયોધ્યાથી ભરૂચ આવી પહોચી હતી. જોકેરામલીલાનું સુંદર આયોજા વિનામુલ્યે કરવામાં આવ્યું હતું. આ રામલીલા લોકોને જુના સમયની યાદ અપાવી હતી. રામલીલામાં દરેક પાત્ર પુરુષો ભજવે છેતેઓ સ્ત્રીઓનું પાત્ર પણ પોતે જ ભજવે છે. તેઓની 15 વ્યક્તિઓની ટીમ મંડપથી માંડીને ટેબલ લાઈટ સુધીની તમામ વ્યવસ્થા સાથે લઈને આવ્યા હતા. દરેક સંવાદ તેઓ પોતાના મોઢેથી બોલીને જાતે કરે છેઅને મ્યુઝિક તેઓ ભારતીય વાજીંત્રો વગાડીને કરે છેત્યારે ખત્રીવાડ સ્થિત શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરના પટાંગણમાં આયોજિત રામલીલાને નિહાળવા મોટી સંખ્યામાં સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા.

#Bharuch #Gujarat #CGNews #Ramlila #Shri Kashtabhanjan Dev Hanumanji Mandir #Ramlila festival
Here are a few more articles:
Read the Next Article