-
કનક બિહારી રામજાનકી આશ્રમ-ઝાડેશ્વર ખાતે આયોજન
-
મિત્રમિલન સમારોહનું કરવામાં આવ્યું હતું સુંદર આયોજન
-
મંત્રોચ્ચાર સાથે તુલસી પૂજન અને ગૌપૂજન વિધિ યોજાય
-
મહંત રાઘવેન્દ્રદાસજી, આચાર્ય કિરણ જોશી રહ્યા ઉપસ્થિત
-
રિટાયર્ડ પોલીસકર્મી સહિતના મિત્રભાઈઓની પણ હાજરી
ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તાર સ્થિત શ્રી કનક બિહારી રામજાનકી આશ્રમ ખાતે મિત્રમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. કુંડળી જોયા વગર પણ જોડાયેલા રહે તે મિત્ર… ભારતમાં મૈત્રીની ઘણી વાતો પ્રચલિત છે, જ્યારે ઉદાહરણ આપવાની વાત આવે ત્યારે સૌને કૃષ્ણ-સુદામાની મિત્રતા યાદ આવે છે.
હાલના સમયમાં મિત્રો સોશ્યલ મીડિયા થકી વધુ જોડાયેલા જોવા મળે છે. તેવા મિત્રોના સ્નેહમિલનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તાર સ્થિત શ્રી કનક બિહારી રામજાનકી આશ્રમ ખાતે મિત્રમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં મંત્રોચ્ચાર સાથે તુલસી પૂજન તેમજ ગૌ-પૂજન વિધિમાં સૌ મિત્રો જોડાયા હતા. આ પ્રસંગે સંકટમોચન હનુમાન મંદિરના મહંત રાઘવેન્દ્રદાસ, આચાર્ય કિરણ જોશી, રિટાયર્ડ પોલીસકર્મી પ્રદીપ મોઘે સહિત મોટી સંખ્યામાં મિત્રભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા.