ભરૂચ: ગરૂડ સેના દ્વારા અકસ્માતમાં મૃત્યુ પામેલ ગાય માતાના અંતિમ સંસ્કાર કરાયા

વાહનની અડફેટે ગૌ માતાનું મોત નિપજતા ગરુડ સેનાના કાર્યકરોએ મૃત ગૌ માતાને બ્રિજ પરથી હટાવી રામ જાનકી આશ્રમ ખાતે લઈ જઈ વિધિવત રીતે ગૌ માતાની અંતિમ ક્રિયા કરી

New Update
Bharuch Garud Sena
ભરૂચના ઝાડેશ્વર બ્રિજ ઉપરથી પસાર થતા વાહનની અડફેટે ગૌ માતાનું ઇજાના પગલે જ સ્થળ પર જ  મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ ભરૂચ ગરુડ સેનાના કાર્યકરો સેજલ દેસાઈ, વિક્રમ ભરવાડ અને દાનુ ભરવાડ તાત્કાલિક પહોંચી ગયા હતા. ગરુડ સેનાના કાર્યકરોએ મૃત ગૌ માતાને બ્રિજ પરથી હટાવી રામ જાનકી આશ્રમ ખાતે લઈ જઈ વિધિવત રીતે ગૌ માતાની અંતિમ ક્રિયા કરી હતી.ગૌ સેવા અને માનવતાના આ કાર્યને જોઈ સ્થાનિક લોકોએ ગરુડ સેનાની ટીમની પ્રશંસા કરી હતી.
Latest Stories