ભરૂચ:  શાકમાર્કેટમાંથી મોબાઇલની ઉઠાંતરી કરતા ગઠિયા CCTV કેમેરામાં કેદ

ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ મોટી શાક માર્કેટમાં ગઠિયાઓ મોબાઇલની ઉઠાં કરતા સીસીટીવી કેમેરામાં કેદ થયા છે

New Update
aaaa

ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ મોટી શાક માર્કેટમાં ગઠિયાઓ મોબાઇલની ઉઠાં કરતા સીસીટીવી કેમેરામાં કેદ થયા છે

ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિનું માર્કેટ આવેલું છે. આ માર્કેટમાં સેંકડો લોકો શાકભાજીની ખરીદી અને વેચાણ અર્થે આવે છે ત્યારે કેટલાક ગઠિયાઓ ગ્રાહકો તેમજ વેપારીઓના મોબાઇલની ઉઠાંતરી કરે છે.આવી જ એક ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે જેમાં નજર ચૂકવી અને ગઠિયાઓ મોબાઇલની ઉઠાંતરી કરતા નજરે પડી રહ્યા છે. માર્કેટમાં વારંવાર આ પ્રકારની ઘટનાઓ બની રહી છે ત્યારે પોલીસ આવા તત્વો પર કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે
Latest Stories