જૂના બોરભાઠા ગામે ૐ તપોવન આશ્રમ ખાતે ગુરુ પૂર્ણિમા પર્વની અનોખી ઉજવણી

ભરૂચ જિલ્લાના જૂના બોરભાઠા ગામ ખાતે આવેલ ૐ તપોવન આશ્રમ ખાતે ગુરુ પૂર્ણિમાનું પર્વ અનોખી રીતે પર્યાવરણને અનુલક્ષીને ઉજવવામાં આવ્યું હતું.

author-image
By Connect Gujarat Desk
New Update

ભરૂચ જિલ્લાના જૂના બોરભાઠા ગામ ખાતે આવેલ ૐ તપોવન આશ્રમ ખાતે ગુરુ પૂર્ણિમાનું પર્વ અનોખી રીતે પર્યાવરણને અનુલક્ષીને ઉજવવામાં આવ્યું હતું.

આજે ગુરુપૂર્ણિમાના પાવન અવસરે બોરભાઠા ગામ ખાતે આવેલ ૐ તપોવન આશ્રમ ખાતે પ્રત્યેક દર્શનાર્થીઓને વૃક્ષનો છોડ આપી ગુરુ વંદનાના ભાગ રૂપે તેના ઉછેર માટે સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા જુના બોરભાઠા ગામ સ્થિત નર્મદા તટે આવેલ ૐ તપોવન આશ્રમ ખાતે આજરોજ  ગુરુ પૂર્ણિમા પર્વ વંદનીય ગુરુ પ. પુ. નારાયણ સ્વામીના સાનિધ્યમાં યોજાયો હતો.

જેમાં ઉપસ્થિત તમામ દર્શનાર્થીઓને વૃક્ષનો એક છોડ આપી તેનો આગામી ત્રણ મહિના દરમ્યાન ગુરુ વંદનાના ભાગરૂપે યોગ્ય ઉછેર કરી તેના ફોટોગ્રાફસ આશ્રમને મોકલવાનો સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો. ગુરુ પૂર્ણિમા પર્વની મહતા પર્યાવરણની જાળવણીના સંકલ્પ સાથે સમજાવાયો હતો.આ પ્રસંગે યોજાયેલ સત્સંગ સભા દરમ્યાન અનુયાયીઓએ અડધો કલાક ધ્યાન મુદ્રામાં લિન થઇ ગુરુ ભક્તિમાં એકાકાર બન્યા હતા.

Latest Stories