ભરૂચ: હાંસોટ સામુહિક આરોગ્ય કેન્દ્રને 10 કી.મી.દૂર કુડાદરા ગામે ખસેડાયુ, જર્જરીત મકાનનું કરાશે નવીનીકરણ

હાંસોટ ખાતે આવેલ આરોગ્ય કેન્દ્રમાં તાલુકાના અનેક ગામોના દર્દીઓ સારવાર લેવા આવતા હોય છે પરંતુ આરોગ્ય કેન્દ્રને 10 કી.મી.દૂર કુડાદરા ગામે ખસેડાતા લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડશે.

New Update
  • ભરૂચના હાંસોટમાં આવેલું છે સામુહિક આરોગ્ય કેન્દ્ર

  • આરોગ્ય કેન્દ્રનું મકાન જર્જરીત હાલતમાં

  • આરોગ્ય કેન્દ્રને 10 કી.મી.દૂર કુડાદરા ગામે ખસેડાયુ

  • આરોગ્ય કેન્દ્ર તાત્કાલિક શરૂ કરવા માંગ

ભરૂચના હાંસોટ ખાતે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્રનું મકાન જર્જરીત હાલતમાં થઈ જતા આરોગ્ય કેન્દ્ર 10 કિલોમીટર દૂર આવેલ કુડાદરા ગામ ખાતે ખસેડવામાં આવ્યું છે જેના પગલે લોકોમાં કચવાટ જોવા મળી રહ્યો છે.
ભરૂચના તાલુકા મથક હાસોટ ખાતે સામૂહિક આરોગ્ય કેન્દ્ર આવેલું છે. આરોગ્ય કેન્દ્રનું 30 વર્ષ જૂનું મકાન અત્યંત જર્જરીત હાલતમાં થઈ ગયું છે જેના પગલે આરોગ્ય વિભાગ દ્વારા તેના નવીનીકરણની કામગીરી કરવામાં આવનાર છે પરંતુ આ કામગીરી દરમિયાન આરોગ્ય કેન્દ્રને હાંસોટથી 10 કિલોમીટર દૂર આવેલ કુડાદરા ગામ ખાતે ખસેડવામાં આવ્યું છે. જેના પગલે લોકોમાં કચવાટ જોવા મળી રહ્યો છે.
હાંસોટ ખાતે આવેલ આરોગ્ય કેન્દ્રમાં તાલુકાના અનેક ગામોમાં દર્દીઓ સારવાર લેવા આવતા હોય છે તો સાથે જ અકસ્માત સહિતના બનાવવામાં પોસ્ટમોર્ટમ સહિતની કામગીરી પણ આરોગ્ય કેન્દ્રમાં જ કરવામાં આવતી હોય છે પરંતુ આરોગ્ય કેન્દ્રને 10 કિલોમીટર દૂર ખસેડાતા લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડશે.
આ અંગે કોંગ્રેસના આગેવાન વિજયસિંહ પટેલે જણાવ્યું હતું કે તંત્રને હાંસોટમાં જ વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે કોઈ જગ્યા મળતી નથી. જેના પગલે 10 કિલોમીટર દૂર સુધી આરોગ્ય કેન્દ્રને ખસેડવું પડે છે ત્યારે વહેલામાં વહેલી તકે આરોગ્ય કેન્દ્રને પુનઃ શરૂ કરવામાં આવે તેવી તેઓ દ્વારા માંગ કરવામાં આવી છે.
આ અંગે ભરૂચ જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જે.એસ.દુલેરાએ જણાવ્યું હતું કે આરોગ્ય કેન્દ્રનું મકાન અત્યંત જર્જરીત હાલતમાં હોય તેનું સમારકામ કરાવવુ આવશ્યક છે જેના કારણે તેને કુડાદરા ગામ ખાતે ખસેડવામાં આવ્યું છે વહેલી તકે હાંસોટમાં આરોગ્ય કેન્દ્ર કાર્યરત થઈ જશે.
Latest Stories