New Update
/connect-gujarat/media/media_files/2025/12/11/hansot-police-2025-12-11-18-11-08.jpg)
ભરૂચના હાંસોટ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.કે.પિયેજાના માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમ હાંસોટ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમીદારથી બાતમી મળેલ કે હાંસોટ ટાઉન વિસ્તારમાં કેટલાક ઇસમો પત્તા-પાનાનો હાર જીતનો જુગાર રમે છે જે બાતમીના આધારે પોલીસે દરોડા પાડતા 5 જુગારીઓ જુગાર રમતા રંગેહાથ ઝડપાય ગયા હતા.પોલીસે તેઓ પાસેથી કુલ રૂ.35 હજારનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઝડપાયેલ આરોપીઓ:-
રવિકુમાર દિપકભાઇ કાયસ્થ
રમણભાઇ ભાણાભાઇ ખારવા
મનોજકુમાર ચીમનભાઇ પટેલ
જયેન્દ્રભાઇ ઉર્ફે લાલો જયંતીભાઇ કાયસ્થ
દિક્ષીતભાઈ ધર્મેન્દ્રભાઇ સોની
Latest Stories