New Update
/connect-gujarat/media/media_files/2025/12/09/hansot-police-2025-12-09-17-46-19.jpg)
ભરૂચના હાંસોટમાં પંચાયતનું ગટરનું કામ અટકાવી કોન્ટ્રક્ટર અને સરપંચને ધમકી આપનાર આરોપી સામે સરપંચે ગુનો નોંધાવ્યો ભરૂચના હાંસોટ ગામના સરપંચ હિતશ પટેલે સરકારના ધારાધોરણ મુજબ પંદરમાં નાણાપંચની ગ્રાન્ટમાંથી ગટર લાઇનનુ કામ તેમના વતી કમલભાઈને આપ્યું હતું.
જુની મામલતદાર કચેરીથી ગોપાલજી મંદિર સુધી ગામમાં ગટર લાઈનની કામગીરી ચાલી રહી હતી. ત્યારે ગુલામ હુંસેન ઉર્ફે મોન્ટુ અબ્દુલ સમદ કાનુંગા કમલભાઈ પાસે આવી તેમને માર મારી કામ બંધ કરાવી ધમકી આપી હતી. સરપંચને પણ હુસેને ફોન પર ધમકી આપી આ કામ બીજા પાસે કરાવું હોય તો ટકાવારી માંગી હતી. જે અંગે હાંસોટ પોલીસ મથકે સરપંચે ગુનો દાખલ કરાવ્યો હતો.
Latest Stories