ભરૂચ: સેફ એન્ડ સિક્યોર નવરાત્રી મહોત્સવમાં આઠમ નિમિત્તે હવનનું આયોજન,પોલીસ અધિકારીઓએ કરી આરાધના

ભરૂચમાં પોલીસ વેલ્ફેર સોસાયટી દ્વારા શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે સેફ એન્ડ સિક્યોર નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આજરોજ નવરાત્રીની આઠમ નિમિત્તે હવનનું આયોજન કરવામાં આવ્યું

New Update

નવરાત્રીની ઉજવણી અંતિમ ચરણમાં

આજે આઠમના પર્વની ઠેર ઠેર ઉજવણી

ભરૂચ પોલીસ દ્વારા આઠમ નિમિત્તે હવન કરાયો

પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા

સેફ એન્ડ સિક્યોર નવરાત્રી મહોત્સવનું આયોજન

ભરૂચમાં પોલીસ વેલ્ફેર સોસાયટી દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવમાં આજરોજ આઠમ નિમિત્તે હવનનું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચમાં પોલીસ વેલ્ફેર સોસાયટી દ્વારા શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે સેફ એન્ડ સિક્યોર નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આજરોજ નવરાત્રીની આઠમ નિમિત્તે હવનનું આયોજન કરવામાં આવ્યું હતુ.
શાસ્ત્રોક્ત વિધિ અનુસાર જગત જનની માં જગદંબાની આરાધના કરવામાં આવી હતી.આ પ્રસંગે ડી.વાય.એસ.પી.સી કે પટેલ એમ.એમ.ગાંગુલી સહિતના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.નવરાત્રી મહોત્સવનું સફળ આયોજન કરનાર મહિલા પોલીસ અધિકારીઓએ પણ ઉપસ્થિત રહી માતાજીની આરાધના કરી હતી
Read the Next Article

અંકલેશ્વર: નર્મદા નદીમાં 5 યુવાનો ભરતીના પાણીમાં ફસાતા સ્થાનિક નાવિકોએ જીવ બચાવ્યો, બોટમાં કરી રહ્યા હતા ધીંગામસ્તી

અંકલેશ્વર તરફ નર્મદા નદીના કિનારે પાંચ જેટલા યુવાનોને સેલ્ફી અને ધીંગા મસ્તી કરવી ભારે પડી હતી અચાનક જ ભરતીના પાણી ફરી વળતા 5 જેટલા યુવાનો ફસાયા હતા

New Update
  • અંકલેશ્વર નજીક નર્મદા નદીનો બનાવ

  • નર્મદા નદીમાં 5 યુવાનો ફસાયા

  • ભરતીના પાણીમાં ફસાયા

  • સ્થાનિક નાવિકોએ બચાવ્યો જીવ

  • બોટમાં કરી રહ્યા હતા ધીંગામસ્તી

અંકલેશ્વર તરફ નર્મદા નદીના કિનારે પાંચ જેટલા યુવાનોને સેલ્ફી અને ધીંગા મસ્તી કરવી ભારે પડી હતી અચાનક જ ભરતીના પાણી ફરી વળતા 5 જેટલા યુવાનો ફસાયા હતા જેમને સ્થાનિક નાવિકોએ બહાર કાઢી જીવ બચાવ્યો હતો.

અંકલેશ્વરથી ભરૂચને જોડતા નર્મદા મૈયા બ્રિજ પરથી મોતની છલાંગ લગાવવાના કિસ્સા યથાવત છે ત્યારે કેટલાક યુવાનોની જોખમી સેલ્ફી અને ધીંગા મસ્તીનો બનાવ સામે આવ્યો છે. રવિવારની સાંજે કેટલા યુવાનો નર્મદા નદી કિનારે અંકલેશ્વર તરફ પહોંચ્યા હતા જ્યાં લંગારેલી બોટમાં તેઓ સેલ્ફી અને ધીંગામસ્તી કરી રહ્યા હતા. જો કે ભરતીના પાણી આવતા બોટ પાણી વચ્ચે ફસાઈ ગઈ હતી અને યુવાનોના પણ જીવ પડીકે બંધાઈ ગયા હતા.

આ અંગેની જાણ થતાં જ સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીએ અન્ય નાવિકોને જાણ કરતા તેઓ પહોંચ્યા હતા અને નાવિકોએ નદીના પાણીમાં તરી નાવડી સાથે 5 જેટલા યુવાનોને બહાર કાઢી તેમનો જીવ બચાવ્યો હતો. આ અંગે સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીએ જણાવ્યું હતું કે  નર્મદા નદીના ગોલ્ડન બ્રિજના અંકલેશ્વર તરફ રવિવાર અને રજા સહિતના દિવસોમાં મોટી સંખ્યામાં પર્યટકો ઉમટી પડે છે છતાં તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવતી નથી ત્યારે મોટી દુર્ઘટના બને તો જવાબદાર કોણ એ પ્રશ્ન ઉઠી રહ્યો છે.