New Update
ભરૂચ નર્મદા જિલ્લાના રાજકારણમાં ગરમાવો
કથિત તોડકાંડ મુદ્દે મનસુખ વસાવા-ચૈતર વસાવા આમને સામને
મનસુખ વસાવાનું નિવેદન સામે આવ્યું
સરકાર જો મારી વાત ન સાંભળશે તો રાજકારણમાંથી રાજીનામુ આપી દઈશ
આવતીકાલે સાંસદ નર્મદા કલેકટર સાથે કરશે બેઠક
નર્મદા જિલ્લામાં રૂપિયા 75 લાખના કથિત તોડકાંડ મુદ્દે રાજકીય માહોલ ગરમાયો છે. આ મામલે સાંસદ મનસુખ વસાવાએ ચોંકાવનારું નિવેદન આપતા જણાવ્યું હતું કે સરકાર જો તેમની વાત નહીં સાંભળે તો તેઓ ભાજપમાંથી રાજીનામું આપી દેશે
નર્મદા જિલ્લોમાં તોડકાંડ મુદ્દે રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ભરૂચ–નર્મદા જિલ્લાના સાંસદ મનસુખ વસાવાએ સરકાર, અધિકારીઓ અને રાજકીય નેતાઓ સામે ગંભીર આક્ષેપો કર્યા છે. સાંસદ મનસુખ વસાવાનો આરોપ છે કે પ્રધાનમંત્રીના કાર્યક્રમ દરમિયાન થયેલા ખર્ચ મુદ્દે 75 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી.
સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે કાર્યપાલક એન્જિનિયરે ચૈતર વસાવાએ 75 લાખ રૂપિયાની માંગણી કરી હોવાની સ્પષ્ટ કબૂલાત આપી છે. જ્યારે બીજી તરફ નર્મદા જિલ્લાના કલેક્ટરે ચૈતર વસાવાએ કોઈ પણ પ્રકારની રકમની માંગણી કરી નથી એવું સ્વીકાર્યું હોવાનું વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
આ પરસ્પર વિરૂદ્ધ નિવેદનોને કારણે સમગ્ર મામલો વધુ ગૂંચવાયો છે અને રાજકીય ખેલમાં સરકારી અધિકારીઓ પણ ચિંતામાં મુકાયા છે. સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું છે કે તેઓ આવતીકાલે નર્મદા જિલ્લાના કલેક્ટરને રૂબરૂ મળી સમગ્ર બાબત અંગે ખુલાસો માંગશે.સાંસદ મનસુખ વસાવાનો વધુ આરોપ છે કે સરકારી અધિકારીઓને દબાણમાં લઈ સંકલનમાં સવાલો ઊભા કરી 75 લાખ રૂપિયાનો તોડ કરવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. આ મામલે જો સરકાર સાંસદની વાત નહીં સાંભળે તો તેઓ ભાજપમાંથી રાજીનામું આપી દેશે તેવી ચીમકી પણ આપી છે.
ભરૂચ અને નર્મદા જિલ્લામાં એકવાર ફરી સાંસદ મનસુખ વસાવા અને ચૈતર વસાવા આમને-સામને આવી ગયા છે. જો સાંસદના આક્ષેપોના આધારે ચૈતર વસાવા સામે ખંડણીની ફરિયાદ નોંધાય તો તેમની મુશ્કેલીઓ વધે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
Latest Stories