/connect-gujarat/media/media_files/2025/01/14/z8QqC3woHFyX7JDFYaWj.jpg)
ભરૂચમાં સેવાકીય કાર્યક્ષેત્રે કાર્યરત ઈચ્છાદાન ફાઉન્ડેશન દ્વારા મકરસંક્રાંતિના પાવન અવસરે જરૂરિયાતમંદ લોકોને ભોજનનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભરૂચના ઈચ્છાદાના ફાઉન્ડેશન તરફથી મકરસંક્રાંતિના અવસરે, હૂંફ અને આનંદ ફેલાવવા માટે એક ખાસ પહેલ કરવામાં આવી હતી.
/connect-gujarat/media/media_files/2025/01/14/zcAHY6JS1KMDmcNv6pFV.jpg)
ખીચડી અને છાશ પ્રેમથી તૈયાર કરવામાં આવી હતી,અને જરૂરિયાતમંદોને વહેંચવામાં આવી હતી, જેથી આ શુભ દિવસે કોઇ ભૂખ્યું ન રહે.200 જેટલા ફૂડ પેકેટ બનાવી લોકોને વહેંચવામાં આવ્યા હતા. સંસ્થાના પ્રમુખ અને એમની ટીમમાં આ કાર્યકમમાં ભાગ જોડાયા હતા.અને લોકોને અપીલ કરી હતી કે ચાલો આપણે ખુશીઓ વહેંચવાનું ચાલુ રાખીએ અને ઉજવણી કરીએ. એકતાની ભાવના. અને ભરૂચવાસીઓને મકરસંક્રાંતિની શુભકામનાઓ પાઠવી હતી.