New Update
સ્વરછતા હી સેવા અભિયાન
હાંસોટ તાલુકાકક્ષાના એવોર્ડ જાહેર
ઇલાવ ગામને પ્રથમ ક્રમ
બીજા ક્રમે સુણેવખુર્ડ અને સાહોલ ગામ
કુડાદરા ગામમાં સૌથી સ્વરછ CHC
ભરૂચના હાંસોટ તાલુકામાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત શ્રેષ્ઠ ગામો અને આરોગ્ય કેન્દ્રોને એવોર્ડ જાહેર કરાયા છે જેમાં ઇલાવ ગામનો સ્વરછતાની શ્રેણીમાં પ્રથમ ક્રમ આવ્યો છે.
ભરૂચના હાંસોટ તાલુકામાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ગ્રામ પંચાયતો અને સામુહિક આરોગ્ય કેન્દ્રોના પરિણામો જાહેર થયા છે.17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી સતત ચાલેલા આ અભિયાનમાં ગ્રામજનોની સક્રિય ભાગીદારી નોંધાઈ હતી.સ્વચ્છતા ક્ષેત્રે અનોખા પ્રયત્નો બદલ ઇલાવ ગ્રામ પંચાયતને પ્રથમ ક્રમ મળ્યો છે. ઇલાવ ગામે ખાસ આયોજન હેઠળ ગામના 8 અલગ-અલગ સ્થળો પર સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું. સફાઈ ઉપરાંત પ્લાસ્ટિક મુક્તિ માટે જનજાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવ્યું હતું.
બીજા ક્રમે સુણેવખુર્ડ ગ્રામ પંચાયત રહી હતી, જ્યારે ત્રીજા ક્રમે સાહોલ ગ્રામ પંચાયત રહી હતી. આ ગામોએ પણ ગામજનોની સક્રિય સહભાગીતાથી સફાઈ અભિયાનને સફળ બનાવ્યું હતું.આરોગ્ય કેન્દ્રોની શ્રેણીમાં કુડાદરા સામુહિક આરોગ્ય કેન્દ્ર પ્રથમ ક્રમે, ઇલાવ બીજે ક્રમે અને ખરચ ત્રીજા ક્રમે રહ્યું હતું. આરોગ્ય કેન્દ્રોએ સ્વચ્છતા સાથે દર્દીઓને સ્વસ્થ પર્યાવરણ ઉપલબ્ધ કરાવવા ખાસ પ્રયત્નો કર્યા હતા.
આ તમામ વિજેતા ગ્રામ પંચાયતો અને આરોગ્ય કેન્દ્રોને 2 ઓક્ટોબરના રોજ ગાંધી જયંતિના નિમિત્તે સન્માનિત કરવામાં આવશે.ઇલાવ ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓએ આ સફળતા બદલ સમગ્ર ગામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે આ એવોર્ડ સમગ્ર ગામની એકતા અને સ્વચ્છતા પ્રત્યેની જાગૃતિનું પરિણામ છે.
Latest Stories