ભરૂચ: નગર સેવા સદન દ્વારા ફરી એકવાર ગેરકાયદેસર દબાણો દૂર કરાયા, ફરી દબાણ ન થાય એ માટે કરાશે મોનીટરીંગ

દબાણ હટાવો ઝુંબેશ ઝુંબેશ અંતર્ગત જંબુસર ચોકડીથી મહંમદપુરા રોડ પર ટ્રાફિકને અડચણરૂપ બનેલા ગેરકાયદે દબાણો હટાવવામાં આવ્યા અને હવે ફરી બાણ ન થાય એ માટે કરાશે મોનીટરીંગ

author-image
By Connect Gujarat Desk
New Update
  • ભરૂચ નગર સેવા સદનની કાર્યવાહી

  • દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરાઇ 

  • મહામદપુરા રોડ પરના દબાણ દૂર કરાયા

  • ટ્રાફિકને અડચણરૂપ દબાણ હટાવાયા

  • દબાણ અંગે કરાશે મોનીટરીંગ

ભરૂનગર સેવા સદન દ્વારા પુનઃ એક વાર દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરવામાં આવી છે જેમાં જંબુસર ચોકડીથી મહંદપુરા રોડ પરના દબાણો દૂર કરવામાં આવ્યા હતા.
ભરૂચ નગર સેવા સદન દ્વારા શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુચારુ બનાવવા માટે પુનઃ એકવાર દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ ઝુંબેશ અંતર્ગત જંબુસર ચોકડીથી મહંમદપુરા રોડ પર ટ્રાફિકને અડચણરૂપ બનેલા ગેરકાયદે દબાણો હટાવવામાં આવ્યા હતા.આ કાર્યવાહી દરમિયાન નગર સેવા સદનના અધિકારીઓ સાથે બૌડા વિભાગના અધિકારીઓ પણ જોડાયા હતા.
મુખ્ય માર્ગ પર વેપારીઓ દ્વારા ઉભા કરાયેલા શેડ તથા અન્ય અસ્થાયી દબાણોને દૂર કરવામાં આવ્યા હતા, જ્યારે કેટલાક શેડ અંગે વેપારીઓને બે દિવસની અંદર સ્વયં હટાવવા માટે નોટિસ આપવામાં આવી છે.
નગર સેવા સદનના અધિકારીઓએ જણાવ્યું હતું કે દબાણના કારણે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. ભવિષ્યમાં ફરીથી દબાણ ન થાય તે માટે સતત મોનીટરીંગ કરવામાં આવશે અને નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
નગરપાલિકાની ઝુંબેશ અંગે વેપારીઓએ જણાવ્યું હતું કે નગર સેવા સદન દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી છે જેના કારણે રોજનું કમાઈને રોજ ખાતા વેપારીઓને આર્થિક ફટકો પડ્યો છે ત્યારે તેઓ માટે વૈકલ્પિક વ્યવસ્થાની માંગ કરવામાં આવી છે. 
Latest Stories