ભરૂચ: ચકચારી મર્ડર મિસ્ટ્રીમાં અંગત મિત્ર જ હત્યારો નિકળ્યો, પત્નીના અંગત ફોટા ડીલીટ ન કરતા મૃતદેહના 9 ટુકડા કરી દીધા !

ભરૂચના કોલેજ રોડ પર ગટરમાંથી માનવઅંગો મળી આવવાના ચકચારી મામલામાં આખરે પોલીસે આરોપીની ધરપકડ કરી છે. આરોપીના મિત્રએ જ તેના મિત્રની હત્યા

New Update

ભરૂચનો ચકચારી મર્ડર કેસ

ગતરોમાંથી મળ્યા હતા માનવ અંગો

અંગત મિત્રએ જ મિત્રની કરી હત્યા

પત્નીના અંગત ફોટા ડીલીટ ન કરતા હત્યા કરાય

મૃતદેહના 9 ટુકડા કરાયા

ભરૂચના કોલેજ રોડ પર ગટરમાંથી માનવઅંગો મળી આવવાના ચકચારી મામલામાં આખરે પોલીસે આરોપીની ધરપકડ કરી છે. આરોપીના મિત્રએ જ તેના મિત્રની હત્યા કરી મૃતદેહના ટુકડા કરી તેનો ગટરમાં નિકાલ કર્યો હોવાનું બહાર આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.યુપીના મેરઠ સર્જાયેલ હત્યાકાંડને ટક્કર મારે એવા ખુલાસા આ કેસમાં પણ થયા છે.
ભરૂચના કોલેજ રોડ પર આવેલ દૂધધારા ડેરી નજીકની ગટરોમાંથી માનનવ અંગો મળી આવવાની ઘટનામાં મૃતકનું ધડ પણ પોલીસે ગટરમાંથી જ કબ્જે કર્યું હતું. આ મામલામાં મૃતક ભરૂચની શ્રવણ ચોકડી વિસ્તારમાં  આવેલ વેદાંત સોસાયટીમાં રહેતો 34 વર્ષીય સચિનકુમાર પ્રવિણસિંહ ચૌહાણ હોવાનું ખુલ્યું હતું.ચકચારી હત્યા કેસમાં પોલીસે મૃતકના મિત્ર શૈલેન્દ્રસિંગ ચૌહાણની ધરપકડ કરી છે. ઉત્તર પ્રદેશના મેરઠમાં પત્ની અને તેના પ્રેમીએ મળી પતિની ઘાતકી હત્યા કરી મૃતદેહને ડ્રમમાં પેક કરી દીધો હોવાના હત્યાકાંડ  જેવા જ આ હત્યાકાંડમાં પણ ખુલાસા થયા છે. મૃતક સચિન અને શૈલેન્દ્રસિંહ ગાઢ મિત્રો હતા. મૃતક સચિનના ફોનમાં શૈલેન્દ્રસિંહ ને પત્નીના અનેક ફોટોગ્રાફ્સ હતા જેના આધારે સચિન શૈલેન્દ્રસિંહને  બ્લેકમેલ કરી તેની પાસે પૈસા પડાવતો હતો આ ઉપરાંત શૈલેન્દ્ર એ સચિનના નામે લોન લીધી હતી આ લોનના નાણા બાબતે પણ બંને વચ્ચે અવારનવાર તકરાર ચાલતી હતી.ગત તારીખ 24મી માર્ચે પણ આ બાબતે બન્ને વચ્ચે તકરાર થઈ હતી જેમાં ઉશ્કેરાયેલા શૈલેન્દ્રએ સચિનની છરીના ઘા મારી હત્યા કરી દીધી હતી.આ બાદ બીજા દિવસે તે નોકરીએથી પરત ફરતા સ્ત્રીના કપડા, પોલીથીન બેગ અને કટર લઈ આવ્યો હતો અને ઠંડા કલેજે સચિનના મૃતદેહના 9 ટુકડા કરી સ્ત્રીના વેશમાં અલગ અલગ સમયે ટુકડાને પોલીથીનમાં ભરી ગટરમાં ફેંકી આવ્યો હતો.આ તરફ માનવ અંગો પોલીસને મળ્યા હોવાની માહિતી મળતા જ શૈલેન્દ્ર વતન ઉત્તરપ્રદેશ ફરાર થઇ ગયો હતો.ભરૂચ પોલીસે તાત્કાલિક એક ટીમ દિલ્હી અને ત્યારબાદ ઉત્તરપ્રદેશ રવાના કરી આરોપીને દબોચી લીધો હતો.બીજી તરફ હત્યારાએ સચીનનો મોબાઈલ પણ પોતાની પાસે રાખી લીધો હતો. જેના થકી તે વતનમાં રહેલી સચીનની પત્ની અને ભાઈને વોટ્સએપ મેસેજ કરતો હતો. જેમાં તેના કંપનીના ઉપરી અધિકારી સાથે બેંગ્લોર જાય છે. તેનાથી પાર્ટીમાં ભૂલ થઈ ગઈ છે ને એક વ્યક્તિની હત્યા થઈ ગઈ છે. તેને તેની પત્ની ગમતી નથી. તે છુટા છેડા આપી બીજા લગ્ન કરવા માંગે છે તે સહિતના મેસેજ કર્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે સચીન શૈલેન્દ્રનો કોલેજ કાળથી મીત્ર હતો. બન્ને ભરૂચ ખાતે 10 વર્ષથી રહેતા હતા. દહેજ ખાતે અલગ અલગ કંપનીમાં નોકરી કરતા હતા.માત્ર સચીને હત્યારા શૈલેન્દ્રના મોબાઇલમાંથી તેની પત્નીના અંગત ફોટા જ આટલી હદે હત્યા કરવાનું કારણ હોવાની થિયરી હવે લોકોના ગળે ઉતરતી નથી. આટલી નિર્મમ હત્યા બાદ લાશના ટુકડામાં હત્યારા મિત્રની પત્ની અને મૃતક વચ્ચે કોઈ અન્ય સબંધ પણ હોય શકેની ચર્ચાએ જોર પકડ્યું છે.
Read the Next Article

ભરૂચ: સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન દ્વારા અનોખો ફેશન શો યોજાયો, દુલ્હનના વસ્ત્રો પહેરી મહિલાઓએ કર્યું રેમ્પ વોક

ફેશન શોમાં ભરૂચ જિલ્લાની ૧૦૦થી વધુ મહિલાઓએ ભાગ લીધો હતો.જેમાં ભારતના વિવિધ રાજ્યોમાં પહેરાતા દુલ્હનના વસ્ત્રો પહેરીને બહેનોએ રેમ્પ વોક કર્યું

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

  • સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન દ્વારા આયોજન

  • અનોખો ફેશન શો યોજાયો

  • દુલહનના વસ્ત્રો પહેરી મહિલાઓએ કર્યું રેમ્પ વોક

  • 100થી વધુ મહિલાઓએ લીધો ભાગ

સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ દ્વારા ભારતીય દુલ્હન વસ્ત્ર પરિધાન ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 100થી વધુ મહિલાઓએ ભાગ લીધો હતો.
ભારતીય પહેરવેશને પ્રાધાન્યતા આપવાના હેતુસર સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ દ્વારા ભારતીય દુલ્હન વસ્ત્ર પરિધાન ફેશન શો ૨૦૨૫નું આયોજન આંબેડકર ભવન ખાતે કરવામાં આવ્યું હતું. આ ફેશન શોમાં ભરૂચ જિલ્લાની ૧૦૦થી વધુ મહિલાઓએ ભાગ લીધો હતો.જેમાં ભારતના વિવિધ રાજ્યોમાં પહેરાતા દુલ્હનના વસ્ત્રો પહેરીને બહેનોએ રેમ્પ વોક કર્યું હતુ.નિર્ણાયક તરીકે ક્રિષ્ણાબેન વ્યાસ અને શિતલબેન મહેતાએ સેવા આપી હતી.
આ પ્રસંગે સમાજ સેવિકા જ્યોતિબેન પટેલ, દીપામાસી, ઝાડેશ્વર ગ્રામ પંચાયતના ઉપસરપંચ મહેશ નિઝામા, સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટના સ્થાપક પ્રકાશ પટેલ, હેમાબેન પટેલ, પ્રમુખ અંજલિબેન ડોગરા, વા.પ્રેસિડેન્ટ ચૈતાલીબેન, જો.સેક્રેટરી સીમાબેન ચુડાસમા, પ્રોજેક્ટ ચેરમેન શિલાબેન પટેલ અને સંસ્થાના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.વિજેતાઓને ઉપસ્થિતોના હસ્તે ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.