ભરૂચ: હાંસોટના ખરચ ગામે પાર્કિંગના કોન્ટ્રાકટર દ્વારા નહેર પર જ સ્લેબ બનાવી દેવાયો, તંત્રએ બુલડોઝર કાર્યવાહી દ્વારા દબાણ કર્યું દૂર !

ખરચ ગામે આવેલ બિરલા સેલ્યુલોઝીક કંપની સામે આવેલ પાર્કિંગમાં કોન્ટ્રકટર દ્વારા નહેર પર કોન્ક્રીટનું બાંધકામ કરવામાં આવતા તંત્રએ બુલડોઝર કાર્યવાહી હાથ ધરી દબાણ દૂર કર્યું

New Update
  • હાંસોટના ખરચનો બનાવ

  • તંત્ર દ્વારા હાથ ધરાય કાર્યવાહી

  • કેનાલ પરનું દબાણ દૂર કરાયુ

  • પાર્કિંગના કોન્ટ્રાકટર દ્વારા કરાયુ હતું દબાણ

  • કેનાલ પર બનાવાયો હતો સ્લેબ

ભરૂચના હાંસોટ તાલુકાના ખરચ ગામે આવેલ બિરલા સેલ્યુલોઝીક કંપની સામે આવેલ પાર્કિંગમાં કોન્ટ્રકટર દ્વારા નહેર પર કોન્ક્રીટનું બાંધકામ કરવામાં આવતા તંત્રએ બુલડોઝર કાર્યવાહી હાથ ધરી દબાણ દૂર કર્યું હતું.
ભરૂચના હાંસોટ તાલુકાના ખરચ ગામે બિરલા સેલ્યુલોઝીક કંપની સામે આવેલી ગેરકાયદે પાર્કિંગની વ્યવસ્થા સામે તંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી દબાણ દૂર કરાયું છે. પાર્કિંગના કોન્ટ્રાકટર રઉફ મહંમદ શેખ દ્વારા સિંચાઈ વિભાગની ખરચ માઇનોર કેનાલ પર ગુડ્સ વાહનો ઉભા રાખવા માટે કોન્ક્રીટનો સ્લેબ બનાવી બાંધકામ કરવામાં આવ્યું હતું. ઉપરાંત સરકારી જમીન પર પણ વાહનો ઉભા રાખી પાર્કિંગ ફી વસુલાતી હોવાના આક્ષેપો સામે આવ્યા હતા.
આ અંગે મામલતદાર કચેરી અને સિંચાઈ વિભાગ દ્વારા અગાઉ નોટિસ પાઠવી દબાણ દૂર કરવા સૂચના આપવામાં આવી હતી.
નોટિસ છતાં દબાણ યથાવત રહેતા તંત્રએ સ્થળ પર પહોંચી કોન્ક્રીટનો સ્લેબ તોડી દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી.કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો હતો. કોન્ટ્રાકટર દ્વારા વર્ષ 2018થી આ દબાણ કરાયુ હોવાનું જાણવા મળ્યું છે. સિંચાઈ વિભાગી કેનાલ પર જ સ્લેબ ઉભો કરી દેવામાં આવ્યો હતો.સિંચાઈ વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે દબાણ દૂર થતાં હવે ખેડૂતોને સમયસર અને સરળતાથી પાણી પહોંચાડવા માટે યોગ્ય આયોજન કરવામાં આવશે.સ્થાનિકોમાં આ કાર્યવાહી અંગે સંતોષ વ્યક્ત કરવામાં આવ્યો છે, જ્યારે ભવિષ્યમાં સરકારી જમીન પર આવા દબાણો ન થાય તે માટે કડક દેખરેખ રાખવાની માંગ ઉઠી રહી છે.
Latest Stories