-
જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે કાર્યક્રમ યોજાયો
-
કોંગ્રેસ નેતા યુનુસ પટેલની યાદમાં ફ્રૂટ વિતરણ કરાયું
-
શહેર-તાલુકા કોંગ્રેસ દ્વારા ફ્રૂટ વિતરણ કાર્યક્રમ યોજાયો
-
દર્દીઓને ફ્રૂટ વિતરણ કરી મર્હુમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
-
કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરોની ઉપસ્થિતી
ભરૂચ કોંગ્રેસના પીઢ નેતા અને ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ યુનુસ પટેલનું અવસાન થતાં જંબુસર શહેર અને તાલુકાના કોંગ્રેસ દ્વારા સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે દર્દીઓને ફ્રૂટ વિતરણ કરી મર્હુમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
કોંગ્રેસના પીઢ નેતા અને ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ યુનુસ પટેલનું અવસાન થતા મર્હુમને શ્રદ્ધાંજલિ સ્વરૂપે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે સારવાર લઇ રહેલા દર્દીઓને ફ્રૂટ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.
જંબુસર શહેર અને તાલુકાના કોંગ્રેસના આગેવાનો અને સદસ્યોએ ઉપસ્થિત રહી યુનુસ પટેલના આત્માને સદગતિ પ્રાપ્ત થાય તે હેતુસર ફ્રૂટ વિતરણ કરી સેવાકીય કાર્યની મહેક પ્રસરાવી હતી. આ તકે જંબુસર તાલુકા કોંગ્રેસ પ્રમુખ સરદસિંહ રાણા, નગરપાલિકા વિરોધ પક્ષના નેતા સાકીર મલેક સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.