ભરૂચ તાલુકાના ચાવજ ગામે આવેલા ધર્મ નગર એપાર્ટમેન્ટમાં આવેલી સુમોના જ્વેલર્સ નામની દુકાનને એક શખ્સ ખરીદી કરવા માટે આવ્યો હતો.
જ્વેલર્સના સંચાલક બાપી કર્માકરને વાતોમાં ભોળાવી અલગ અલગ પ્રકારના તાવીજ બતાવવા કહેતા તેઓ તે સામાન બતાવતા હતા તે અરસામાં ગઠિયાએ તેમનું ધ્યાન ભટકાવી સોનાની પરચુરણ વસ્તુઓ ભરેલી એક ડબ્બી હાથ ચાલાકીથી સરકાવી લઈ પોતાના પેન્ટના પાછળના કિસ્સામાં મૂકી દીધું હતું.
જે બાદ તેણે જ્વેલર્સને કોઈ શંકા ન જાય તે રીતે ત્યાંથી કામ છે તેમ કહી ત્યાંથી રફુચક્કર થઈ ગયો હતો.આ સમગ્ર ઘટનાના પગલે જ્વેલર્સ બાપી કર્માકરે ભરૂચ સી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે ત્યારે ભરૂચ સી ડિવિઝન પોલીસે પણ દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવી આરોપીને પકડવાની તજવીજ હાથ ધરી છે.