ભરૂચ: વાલિયામાં શિક્ષક દંપત્તિના ડબલ મર્ડર કેસમાં પોલીસે આરોપીને સાથે રાખી ઘટનાનું કર્યું રીકન્સ્ટ્રક્શન !

ભરૂચના વાલિયામાં શિક્ષક દંપત્તિના ડબલ મર્ડરનો ચકચારી મામલો સામે આવ્યો હતો જેમાં પોલીસે તેમના જમાઈની જ ધરપકડ કરી હતી ત્યારે આજે પોલીસે આરોપીને સાથે રાખી સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું હતું

New Update
  • ભરૂચના વાલિયામાં બનયી હતો બનાવ

  • શિક્ષક દંપત્તિની થઈ હતી હત્યા

  • જમાઈએ જ સાસુ સસરાની હત્યા કરી હોવાનું બહાર આવ્યું

  • પોલીસે આરોપીને સાથે રાખી ઘટનાનું કર્યું રીકન્સ્ટ્રક્શન

  • આરોપી પોલીસના 10 દિવસના રીમાન્ડ પર

Advertisment
ભરૂચના વાલિયામાં શિક્ષક દંપત્તિના ડબલ મર્ડરનો ચકચારી મામલો સામે આવ્યો હતો જેમાં પોલીસે તેમના જમાઈની જ ધરપકડ કરી હતી ત્યારે આજે પોલીસે આરોપીને સાથે રાખી સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું હતું
ભરૂચના વાલિયામાં આવેલી ગણેશ ગાર્ડન સોસાયટીમાં રહેતા શિક્ષક દંપતિ જીતેન્દ્રસિંહ બોડાદરા અને તેમના પત્ની લતાબેન બોડાદરાનો તારીખ પાંચમી માર્ચના રોજ રાત્રિના સમયે લોહીથી લથબથ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ મામલામાં પોલીસે તેમના જમાઈ વિવેક દુબેની ધરપકડ કરી હતી ત્યારે આજરોજ પોલીસે આરોપીને સાથે રાખી સમગ્ર ઘટનાનું રી કન્સ્ટ્રકશન કર્યું હતું. આરોપી કઈ રીતે ઘરમાં પ્રવેશ્યો હતો અને હત્યા તેમજ લૂંટના ગુનાને કેવી રીતે અંજામ આપ્યો હતો તે સહિતની પોલીસ દ્વારા વિગતો મેળવવામાં આવી હતી. આરોપીને દેવું વધી જતા તેણે પોતાના સાસુ સસરાના ઘરમાં લૂંટ કરી હત્યાના ગુનાને અંજામ આપવાનો પ્લાન બનાવ્યો હતો. આ મામલામાં હાલ આરોપી પોલીસના 10 દિવસના રિમાન્ડ પર છે.
Advertisment
Latest Stories