New Update
ભરૂચમાં નવરાત્રીના પર્વની ઉજવણી
શહેરના વિવિધ ગ્રાઉન્ડ પર ગરબા મહોત્સવનું આયોજન
પટેલ સોસાયટી ગરબા ગ્રાઉન્ડ પર રંગત જામી
રંગત ગ્રુપ દ્વારા આયોજિત ગરબા મહોત્સવમાં ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા
ભરૂચ શહેરના વિવિધ ગરબા ગ્રાઉન્ડ પર ખેલૈયાઓ મનમૂકીને ગરબે ઘૂમ્યા હતા અને માતાજીની આરાધના કરી હતી. ભરૂચમાં જગત જનની માં જગદંબાની ભક્તિ અને આરાધનાના પર્વ નવરાત્રીની ધૂમ જોવા મળી રહી છે ત્યારે નવરાત્રીના પાંચમા નોરતે શહેરના વિવિધ ગરબા ગ્રાઉન્ડોમાં ખેલૈયાઓએ મન મૂકીને માતાજીના ગરબે ઘૂમ્યા હતા.
શહેરના પટેલ સોસાયટી ગરબા ગ્રાઉન્ડ ખાતે વર્ષોથી પરંપરાગત રીતે ગરબાનું આયોજન થતું આવ્યું છે જ્યાં આ વર્ષે પણ પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ ખેલૈયાઓએ ગરબે ઘૂમી રમઝટ બોલાવી હતી.
બીજી તરફ વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખી રિધમ ગ્રુપ દ્વારા કોલેજ રોડ પાસે આવેલા આત્મીય હોલ નજીક વિશાળ ડોમમાં ખાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના કારણે વરસાદ દરમિયાન પણ ખેલૈયાઓ ઉત્સાહભેર ગરબા રમી રહ્યા છે અમે માતાજીની આરાધના કરી રહ્યા છે.