ભરૂચ:ઉમરાજ ગ્રામ પંચાયત વિસ્તારમાં રૂ.1 કરોડના ખર્ચે વિકાસના કામોનું લોકર્પણ-ખાતમુહૂર્ત, MLA રમેશ મિસ્ત્રી રહ્યા ઉપસ્થિત

ભરૂચની ઉમરાજ ગ્રામ પંચાયત વિસ્તારમાં રૂપિયા એક કરોડના વિકાસના વિવિધ 62 કામોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું

New Update
  • ભરૂચમાં વિકાસના કામોનો ધમધમાટ

  • ઉમરાજ ગામમાં યોજાયો કાર્યક્રમ

  • લોકાર્પણ-ખાતમુહૂર્ત સમારોહ યોજાયો

  • ધારાસભ્ય રમેશ મિસ્ત્રી રહ્યા ઉપસ્થિત

  • રૂ.1 કરોડના ખર્ચે 62 પ્રકલ્પોનું નિર્માણ

ભરૂચની ઉમરાજ ગ્રામ પંચાયત વિસ્તારમાં રૂપિયા એક કરોડના વિકાસના વિવિધ 62 કામોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું
ભરૂચમાં વિકાસના કામોનો ધમધમાટ જોવા મળી રહ્યો છે ત્યારે ભોલાવ જિલ્લા પંચાયત બેઠક વિસ્તારમાં આવતી ઉમરાજ ગ્રામપંચાયત વિસ્તારમાં  રૂપિયા એક કરોડના વિકાસના વિવિધ 62 કામોનું લોકાર્પણ તેમજ ખાતર્મુહુત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.ઉમરાજથી કાસદ જવાના માર્ગ પર પેવર બ્લોક  અને ગટર લાઈનના કાર્યનું ખાતર્મુહુત કરવામાં આવ્યું હતું તો સાથે જ મંગલજ્યોત સોસાયટીના કોમન પ્લોટમાં બેસાડવામાં આવેલ બ્લોકનું લોકાર્પણ કરાયું હતું.
ગ્રામ પંચાયતની સ્વભંડોળ, તાલુકા અને જિલ્લા પંચાયતના સભ્યોની ગ્રાન્ટ તેમજ 15માં નાણાપંચની ગ્રાન્ટમાંથી ઉમરાજ ગ્રામ પંચાયત વિસ્તારમાં પીવાના પાણીની લાઈન, ગટર લાઈન, પેપર બ્લોક,સીસી રોડ અને પ્રોટેકશન વોલ મળી કુલ 62 કામો નિર્માણ પામવા જઈ રહ્યા છે જેનું ખાતર્મુહુત કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, આગેવાન અનિલ રાણા સહિત ગામના આગેવાનો તેમજ સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories