New Update
ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન
રૂંગટા વિદ્યાભવન ખાતે આયોજન
મોડેલ યુનાઇટેડ નેશન્સનું આયોજન
વિવિધ શાળાના વિદ્યાર્થીઓ રહ્યા હાજર
આમંત્રીતો રહ્યા ઉપસ્થિત
ભરૂચના સ્ટેશન રોડ પર આવેલ રૂંગટા વિદ્યાલય ખાતે મોડેલ યુનાઇટેડ નેશન્સ 2025નું ઉદ્ઘાટન કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગે આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા
ભરૂચમાં મોડેલ યુનાઇટેડ નેશન- 2025નું ઉદ્ઘાટન શહેરના સ્ટેશન રોડ પર આવેલ રુંગટા વિદ્યાભવન ખાતે કરવામાં આવ્યું હતું જેમાં કૂટનીતિ, ચર્ચા અને વૈશ્વિક જાગૃતિના માર્ગે યુવાનોની પ્રેરણાદાયી યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી.ઉદઘાટન સમારંભના મુખ્ય અતિથિ તરીકે શ્રીજન પાલસિંહ CEO – કલામ સેન્ટર અને પૂર્વ સલાહકાર – ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ ઉપસ્થિત રહ્યા હતા અને યુવા નેતૃત્વ, સામાજિક નવીનતા અને રાષ્ટ્ર નિર્માણમાં તેમના યોગદાનને ઉજાગર કર્યું હતું.
મહાનુભાવો દ્વારા Future Zone Booklet નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું જે ભવિષ્ય માટે સર્જનાત્મકતા અને શોધની નવી દિશા સૂચવતું રહ્યો.કોન્ફરન્સને ઔપચારિક રીતે ખુલ્લું જાહેર કરવાની જાહેરાત સમારંભ અધ્યક્ષ તથા સંસ્કાર ભારતી ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી મધુસૂદન રંગટાએ કરી. BMUN 2025નું મુખ્ય ઉદ્દેશ યુવાનોમાં માત્ર કૂટનીતિ અને નેતૃત્વ કૌશલ્ય વિકસાવવાનું ન હતું પરંતુ જવાબદારી, સહયોગ અને તટસ્થ વિચારધારાનું સિંચન કરવાનો હતો.
Latest Stories