New Update
ભરૂચના ચાવજ ગામમાં નિર્માણ પામ્યો માર્ગ
માર્ગનું કરવામાં આવ્યું લોકાર્પણ
ધારાસભ્ય રમેશ મિસ્ત્રી રહ્યા ઉપસ્થિત
રૂ.34 લાખના ખર્ચે માર્ગનું નિર્માણ
ભરૂચના ચાવજ ગામની શ્રી રામ રેસીડેન્સીમાં નિર્માણ પામેલ માર્ગનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું ભરૂચના ચાવજ ગામની શ્રીરામ રેસિડન્સીમાં છેલ્લા સાત વર્ષથી રાહ જોવાતા રસ્તાનું નિર્માણ પૂર્ણ થઈ ગયાં બાદ લોકાર્પણ કરવામાં આવ્યું છે. આશરે રૂ. 34 લાખના ખર્ચે તૈયાર થયેલા આ માર્ગનું ખાતમુહૂર્ત એક માસ અગાઉ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું અને હવે તેમનાં હસ્તે આ માર્ગનું લોકાર્પણ કરવામાં આવ્યો છે.
ગ્રામ્ય માર્ગ યોજના હેઠળ, નોન-પ્લાન ગ્રાન્ટમાંથી આ માર્ગ માટે ધિરાણ મળ્યું હતું.લોકાર્પણ પ્રસંગે મોટી સંખ્યામાં ગામના લોકો, ગ્રામ પંચાયતના સભ્યો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ધારાસભ્યએ લોકોને આગામી સમયમાં ગેસ લાઇન, ગટર લાઇન અને પીવાના પાણીની લાઇન જેવી વધુ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની ખાતરી પણ આપી હતી.
Latest Stories