ભરૂચ: નિરંતર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા

ભરૂચ જિલ્લામાં ગતરોજ રાત્રીના શરૂ થયેલા વરસાદ કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.જો કે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા જનજીવન પર અસર પહોંચી હતી

New Update

ભરૂચ જિલ્લામાં ગતરોજ રાત્રીના શરૂ થયેલા વરસાદ કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.જો કે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા જનજીવન પર અસર પહોંચી હતી

દક્ષિણ ગુજરાતમાં  અનેક જિલ્લામાં હવે ચોમાસુ જામ્યું હોય તેમ મેઘમહેર ચાલી રહી છે.ભરૂચ પંથકની વાત કરીએ હવામાન વિભાગની આગાહી બાદ વરસાદ વરસી રહ્યો છે ત્યારે આજ સવારે પણ વરસેલા વરસાદથી જનજવન ઉપર અરસ જોવા મળી હતી. જેના કારણે ભરૂચ શહેરના નીચાણ વાળા વિસ્તાર જેવા કે સેવાશ્રમ,પાંચબત્તી,ફાટા તળાવ,ફુરજા બજાર સહીતના વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતાં.જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. તો આજે રવિવારની રજા હોય નાના બાળકો સાથે યુવાનો અને મોટેરાઓએ પણ વરસાદમાં નહાવાની પણ મઝા માણી હતી.
Latest Stories