ભરૂચ: ઇન્દ્રપ્રસ્થ કો ઓપરેટિવ સોસા. અને JCI દ્વારા રક્તદાન શિબિર યોજાય, રક્તદાતાઓએ લીધો ઉત્સાહભેર ભાગ

ભરૂચની ઇન્દ્રપ્રસ્થ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી દ્વારા JCI ભરૂચના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

  • ઇન્દ્રપ્રસ્થ કોઓપરેટિવ સોસા.દ્વારા આયોજન

  • રક્તદાન શિબિર યોજાય

  • જેસીઆઈનો સહયોગ સાંપડ્યો

  • સ્ક્તદાતાઓએ કર્યું ઉત્સાહભેર રક્તદાન

ભરૂચની ઇન્દ્રપ્રસ્થ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી દ્વારા JCI ભરૂચના સહયોગથી સામાજિક સેવા અંતર્ગત બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પ ઇન્દ્રપ્રસ્થ કોમ્પ્લેક્સના ખાતે યોજાયો હતો.આ કેમ્પમાં યુનિટી બ્લડ સેન્ટરના તબીબી સ્ટાફની હાજરીમાં રક્તદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી.
સોસાયટીના રહેવાસીઓ તથા શહેરના યુવાનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા અને  રક્તદાન કરીને માનવતા માટે ઉદાહરણ પૂરું પાડ્યું હતું. કાર્યક્રમમાં ઇન્દ્રપ્રસ્થ કોમ્પ્લેક્સના પ્રમુખ ડૉ. કેતન નિઝામા તથા JFMના પ્રમુખ સાગર કપાડિયા, CA વૃંદા વખારિયા અને  પ્રોગ્રામ ડિરેકટર ડૉ. આયુષી વાન્ઝા ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories