New Update
ભરૂચ તાલુકા વિકાસ અધિકારીને દંડ ફટકારાયો
માહિતી આયોગે રૂ.5 હજારનો દંડ ફટકાર્યો
અરજદારે માંગેલ માહિતી આપી ન હતી
વ્યસ્તતાનું જણાવ્યું હતું કારણ
અગાઉ પણ થઈ ચૂકી છે દંડનીય કાર્યવાહી
ભરૂચ તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી નરેશ લાડુમોરને માહિતી આયોગે રૂપિયા 5 હજારનો દંડ ફટકારતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ભરૂચ તાલુકાના હિંગલોટ ગામ ખાતે રહેતા સુહેલ મુનશી નામના અરજદારે ગામમાં થયેલા કામોમાં ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે માહિતી અધિકાર હેઠળ કેટલીક માહિતી તાલુકા વિકાસ અધિકારી નરેશ લાડુમોર પાસે માગી હતી. જોકે નરેશ લાડુમોર દ્વારા માહિતી આપવામાં ન આવતા આ અંગે માહિતી આયોગમાં ફરિયાદ કરવામાં આવી હતી.
અયોગ દ્વારા તાલુકા વિકાસ અધિકારીને માહિતી ન આપવાનું કારણ પૂછવામાં આવતા તેઓએ કામની વ્યસ્તતા હોવાનો જવાબ રજૂ કર્યો હતો પરંતુ તે ઉચિત ન જણાતા માહિતી આયોગ દ્વારા ભરૂચ તાલુકા વિકાસ અધિકારી નરેશ લાડુમોરને રૂ.5,000નો દંડ ફટકારવાનો હુકમ કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય કે નરેશ લાડુમોર અગાઉ આમોદ તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા હતા એ દરમિયાન પણ માહિતી આયોગે તેમને માહિતી ન આપવા બદલ રૂ.5 હજારનો દંડ ફટકાર્યો હતો.
Latest Stories