ભરૂચ જિલ્લા પોલીસવડા મયુર ચાવડા દ્વારા આંતરિક બદલીનો ગંજીપો ચીપાયો છે જેમાં 19 પોલીસ ઇન્સ્પેક્ટરની આંતરિક બદલી કરવામાં આવી છે.તાજેતરમાં જ રાજ્યના ગૃહ વિભાગ દ્વારા પોલીસ સ્ટેશનને અપગ્રેડ કરી પી.આઇ. કક્ષાના બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો જે અંતર્ગત ભરૂચ જિલ્લાના કુલ 27 પૈકી 25 પોલીસ સ્ટેશન અપગ્રેડ કરવામાં આવ્યા છે.
માત્ર બે પોલીસ મથક કાવી પોલીસ સ્ટેશન અને ઝઘડિયા જીઆઇડીસી પોલીસ સ્ટેશન હવે અપગ્રેડ કરવાના બાકી રહ્યા છે. જે અંતર્ગત જિલ્લા પોલીસવડા મયુર ચાવડા દ્વારા આ બદલી કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સુદ્રઢ બનાવવા ગૃહ વિભાગ દ્વારા પોલીસ મથકો અપગ્રેડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો