ભરૂચ: SP મયુર ચાવડા દ્વારા 19 PIની આંતરિક બદલી, 27 પૈકી 25 પોલીસ મથક અપગ્રેડ થયા

આંતરિક બદલીનો ગંજીપો ચીપાયો છે જેમાં 19 પોલીસ ઇન્સ્પેક્ટરની આંતરિક બદલી કરવામાં આવી છે.તાજેતરમાં જ રાજ્યના ગૃહ વિભાગ દ્વારા પોલીસ સ્ટેશનને અપગ્રેડ કરી પી.આઇ. કક્ષાના બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો

New Update

ભરૂચ જિલ્લા પોલીસવડા મયુર ચાવડા દ્વારા આંતરિક બદલીનો ગંજીપો ચીપાયો છે જેમાં 19 પોલીસ ઇન્સ્પેક્ટરની આંતરિક બદલી કરવામાં આવી છે.તાજેતરમાં જ રાજ્યના ગૃહ વિભાગ દ્વારા પોલીસ સ્ટેશનને અપગ્રેડ કરી પી.આઇ. કક્ષાના બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો જે અંતર્ગત ભરૂચ જિલ્લાના કુલ 27 પૈકી 25 પોલીસ સ્ટેશન અપગ્રેડ કરવામાં આવ્યા છે.

Bharuch Police Transfer List

માત્ર બે પોલીસ મથક કાવી પોલીસ સ્ટેશન અને ઝઘડિયા જીઆઇડીસી પોલીસ સ્ટેશન હવે અપગ્રેડ કરવાના બાકી રહ્યા છે. જે અંતર્ગત  જિલ્લા પોલીસવડા મયુર ચાવડા દ્વારા આ બદલી કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સુદ્રઢ બનાવવા ગૃહ વિભાગ દ્વારા પોલીસ મથકો અપગ્રેડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો

#Bharuch News #Police Transfer #Gujarat Police Transfer List #Police Transfer List #Bharuch Police Transfer #Gujarat Police Transfer
Here are a few more articles:
Read the Next Article