ભરૂચ : આમોદ નગરપાલિકામાં 14માં નાણાંપંચની ગ્રાન્ટનો ગેરવહીવટ થતાં તપાસના આદેશ

સરકારની ગાઈડલાઈન મુજબ કામો કરવાને બદલે અન્ય કામોમાં કરોડો રૂપિયા વાપરી નાખતાં પાલિકાના જાગૃત સદસ્ય અને પૂર્વ કારોબારી અધ્યક્ષ બીજલ ભરવાડે વીજીલન્સમાં ફરિયાદ કરતા ખળભળાટ મચી ગયો

New Update
  • નગરપાલિકાના શાસકોએ આચરી ગોબાચારી

  • 14માં નાણાપંચની ગ્રાન્ટનો થયો ગેરવહીવટ

  • અંદાજીત 6.16 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી

  • વર્ષ 2015 થી 2020 દરમિયાન થયો ગેરવહીવટ

  • મુખ્ય અધિકારીએ 45 લોકોને ફટકારી નોટિસ 

Advertisment

ભરૂચ જિલ્લાના આમોદ નગરપાલિકામાં વર્ષ 2015 થી 2020ના પાંચ વર્ષના સમયગાળામાં 14 માં નાણાપંચની ગ્રાન્ટમાંથી પાલિકા શાસકોએ ગોબાચારી આચરી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે,જેમાં સરકારની ગાઈડલાઈન મુજબ કામો કરવાને બદલે અન્ય કામોમાં કરોડો રૂપિયા વાપરી નાખતાં પાલિકાના જાગૃત સદસ્ય અને પૂર્વ કારોબારી અધ્યક્ષ બીજલ ભરવાડે વીજીલન્સમાં ફરિયાદ કરતા ખળભળાટ મચી ગયો છે.

 ભરૂચ જિલ્લાના આમોદ નગરપાલિકામાં વર્ષ 2015 થી 2020ના પાંચ વર્ષના સમયગાળામાં 14માં નાણાપંચની ગ્રાન્ટમાંથી પાલિકા શાસકોએ ગેરરીતિ આચરી હતી,અને સરકારની ગાઇડલાઇન મુજબ કામો કરવાને બદલે અન્ય કામોમાં કરોડો રૂપિયા વાપરી નાખતા પાલિકાના જાગૃત સદસ્ય અને પૂર્વ કારોબારી અધ્યક્ષ બીજલ ભરવાડે વીજિલન્સ માં ફરિયાદ કરી છે.

જેથી આમોદ પાલિકાના મુખ્ય અધિકારી પંકજ નાયકે પાલિકાના 4 કોંગ્રેસના પૂર્વ પ્રમુખ7 પૂર્વ મુખ્ય અધિકારીતત્કાલીન શાસક અને વિપક્ષના સદસ્યોકર્મચારીઓ સહિત 45 થી વધુ લોકોને નોટિસ ફટકારી હતી.નોટિસમાં જણાવ્યા મુજબ નાણાપંચની ગ્રાન્ટમાંથી સરકારની ગાઈડલાઈન મુજબ વિકાસકામો કરવાના બદલે ગ્રાન્ટને  અન્ય કામોમાં વાપરી નાંખી હતી.

અને આમોદ નગરનો વિકાસ કહેવાતા જન પ્રતિનિધિ સહિત અધિકારીઓ અને કર્મચારીઓની મિલીભગતથી અટકી ગયો હતો.આ ઉપરાંત સ્વભંડોળ માંથી લાઈટ બિલ,પગારડીઝલ ખર્ચના નાણાં ખર્ચ કરવાને બદલે 14માં નાણાપંચની ગ્રાન્ટમાંથી ઉપયોગ કરાતા પાલિકાના શાસકો અને કર્મચારીઓએ મોટો ગેરવહીવટ કર્યો હતો.જેથી આમોદ પાલિકાના મુખ્ય અધિકારીની કાર્યવાહીથી પાલિકા તંત્રમાં દોડધામ મચી છે. 

વર્ષ 2015 થી 2020ના સમયગાળા દરમિયાન પાલિકાને 14માં નાણાપંચની અંદાજીત 6.16 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી.જેમાં અધિકારીઓ અને પદાધિકારીઓ અને કર્મચારીઓએ આ ગ્રાન્ટને આડેધડ વાપરી નાંખી ગેરવહીવટ કર્યો હતો.વર્ષ 2015 થી 2020  દરમિયાન પાલિકાના પ્રમુખોમુખ્ય અધિકારીઓકર્મચારીઓ અને ચૂંટાયેલા સભ્યો સહિત 45 થી વધુ લોકોને સાગમટે નોટિસ આપવામાં આવતાં ખળભળાટ મચી ગયો હતો.

Latest Stories