New Update
આજે જલારામ જયંતીની ઉજવણી
ભરૂચ અંકલેશ્વરમાં યોજાયા કાર્યક્રમો
દેવાલયોમાં ધાર્મિક કાર્યક્રમો યોજાયા
ભાવિક ભક્તોએ લીધો લાભ
ઠેર ઠેર ભંડારાનું પણ આયોજન
ભરૂચ અંકલેશ્વરમાં જલારામ જયંતીની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી જેમાં ભાવિક ભક્તોએ જોડાય ધન્યતા અનુભવી હતી
વિરપુરના સંત જલારામ બાપાની જન્મજયંતીની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ભરૂચ જીલ્લામાં પણ જલારામ જયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. ભરૂચના કસક વિસ્તારમાં આવેલ જલારામ મંદિર તેમજ ગાયત્રી નગર જલારામ મંદિર ખાતે ભજન,સત્સંગ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાવિક ભક્તોએ જોડાય ધન્યતા અનુભવી હતી.
ભરૂચની જેમ અંકલેશ્વરના જલારામ મંદિરોમાં પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરના દીવા રોડ પર આવેલ જલારામ મંદિર ખાતે ભજન સત્સંગ સહિતના કાર્યક્રમો યોજાયા હતા જેમાં ભક્તો જોડાયા હતા અને જલારામ બાપાની આરાધનાનો લાભ લીધો હતો.