ભરૂચ: જંબુસર નગર સેવા સદનનો સપાટો,ફાયર સેફટી વગર ચાલતી શાળા સહિત કુલ 6 મિલકતો સીલ કરાય

રાજકોટમાં સર્જાયેલા અગ્નિકાંડ બાદ સમગ્ર રાજ્યમાં ફાયર સેફટીને લઈને પૂરજોશમાં ચેકિંગ ચાલી રહ્યું છે જેના ભાગરૂપે ભરૂચની જંબુસર નગરપાલિકા દ્વારા પણ ફાયર સેફ્ટી અંગેનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું

New Update

ભરૂચની જંબુસર નગર સેવા સદન દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો છે.ફાયર સેફ્ટી વિના ચાલતી એક શાળા બે હોટલ અને ત્રણ ગેસ્ટ હાઉસને સીલ કરવામાં આવ્યા છે

રાજકોટમાં સર્જાયેલા અગ્નિકાંડ બાદ સમગ્ર રાજ્યમાં ફાયર સેફટીને લઈને પૂરજોશમાં ચેકિંગ ચાલી રહ્યું છે જેના ભાગરૂપે ભરૂચની જંબુસર નગરપાલિકા દ્વારા પણ ફાયર સેફ્ટી અંગેનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં અનેક મિલકતોમાં ફાયર સેફ્ટીનો અભાવ જોવા મળ્યો હતો. જેના પગલે જંબુસર નગરપાલિકા દ્વારા બી. યુ.પરમિશન અને ફાયર એન.ઓ.સી. વિનાની મિલકતો સીલ કરવામાં આવી હતી. જંબુસર નગર સેવાસદન દ્વારા બ્રાઇટ લાઈન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ,બસેરા ગેસ્ટ હાઉસ, સીટી ગેસ્ટ હાઉસ, વેલકમ ગેસ્ટ હાઉસ, તાજ હોટલ તેમજ કલાઉડ હોટલે સીલ કરવામાં આવી છે. જેના કારણે વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. હાલમાં શાળાઓમાં નવા શૈક્ષણિક ક્ષત્રનો પ્રારંભ થયો છે ત્યારે જંબુસરની જાણીતી શાળાને સીલ કરવામાં આવતા વાલીઓ ચિંતામાં મુકાયા છે

Latest Stories