/connect-gujarat/media/media_files/2026/02/19/chhatrapati-shivaji-2026-02-19-20-30-12.jpg)
ભરૂચ જિલ્લાના જંબુસર સૂર્યવંશી સમસ્ત મરાઠા સમાજ દ્વારા શ્રી છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમાનું આગમન કરી શોભાયાત્રા કાઢવામાં આવી હતી. છત્રપતિ શિવાજી મહારાજ જન્મ જયંતી નિમિત્તે દેશભરમાં સંમેલન સહિત રેલીયો યોજી વિશેષ આયોજન દ્વારા ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવે છે.
/filters:format(webp)/connect-gujarat/media/media_files/2026/02/19/chhatrapati-shivaji-maharaj-2026-02-19-20-24-02.png)
શિવાજી મહારાજની જન્મ જયંતી નિમિત્તે માત્ર રેલી નહીં પરંતુ છત્રપતિ શિવાજી મહારાજના જીવનચરિત્રને જન જન સુધી પહોંચાડવાનો પણ સુંદર ભગીરથ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત સૂર્યવંશી સમસ્ત મરાઠા સમાજ જંબુસર દ્વારા જન્મ જયંતિ ઉત્સવ પ્રસંગે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.
/filters:format(webp)/connect-gujarat/media/media_files/2026/02/19/chhatrapati-shivaji-maharaj-2026-02-19-20-24-14.png)
ભાગલીવાડ અંબાજી મંદિરથી નીકળી શહેરના મુખ્ય માર્ગ પર ફરી અને પરત ગણેશ ફળિયાથી શિવાજી મહારાજની પાલખીમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રામાં યુવાનો દ્વારા વિવિધ કરતબો સહિત ડીજેના તાલે સૌ જુમી ઉઠ્યા હતા. શોભાયાત્રા શહેરના વિવિધ માર્ગો પર ફરી ગણેશ ફળિયા ખાતે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. આ પ્રસંગે જંબુસર શહેર મરાઠા સમાજ અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.