New Update
-
ભરૂચમાં યોજાયો કાર્યક્રમ
-
જેસીઆઈ ઇન્ડિયાના પ્રમુખે લીધી મુલાકાત
-
અંકુર જૂનજુનવાલાએ મુલાકાત લીધી
-
ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું
-
આગામી કાર્યક્રમોની કરાય ચર્ચા
જેસીઆઈ ઇન્ડિયાના નેશનલ પ્રેસિડેન્ટ અંકુર જુનજુનવાલાએ ભરૂચ ચેપ્ટરની મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરી હતી ભરૂચના યુવાનોના સર્વાંગી વિકાસ માટે કાર્યરત વૈશ્વિક સંસ્થા જેસીઆઈ ઇન્ડિયાના 2025ના રાષ્ટ્રીય પ્રમુખ જે.એફ.એસ.અંકુર જૂનજૂનવાલાએ ભરૂચની મુલાકાત લીધી હતી.
તેઓ ઝોન-8ના પ્રવાસ અંતર્ગત અહીં પહોંચ્યા હતા જેમાં મોડાસાથી લઈને મુંબઈ સુધીના 14 જિલ્લામાં ભરૂચ પણ સામેલ છે.જેસીઆઈ ભરૂચના 2025ના પ્રમુખ તૃપ્તિ રાઠોડ અને અંકલેશ્વરના પ્રમુખ નિમિષા મોદીના નેતૃત્વમાં ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું.ઝોન-8 ના ઝોનલ પ્રેસિડેન્ટ કિંજલ શાહ અને અન્ય ઝોન મેમ્બર્સ દ્વારા આગામી કાર્યક્રમોનું અનાવરણ પણ કરવામાં આવ્યું હતું.
Latest Stories