New Update
-
ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન
-
જે.સી.આઈ.દ્વારા આયોજન કરાયું
-
મેગા ટ્રેડ ફેર 2025ને ખુલ્લો મુકાયો
-
અધિક કલેકટર એન.આર.ધાંધલ રહ્યા ઉપસ્થિત
-
28 જાન્યુઆરી સુધી ચાલશે ફેર
જેસીઆઈ ભરૂચ દ્વારા મેગા ટ્રેડ ફેર 2025નું આયોજન કરવામાં આવ્યું છે જેનું ઉદ્ઘાટન અધિક કલેકટર એન.આર.ધાંધલના હસ્તે કરવામાં આવ્યું હતું ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે તા.23 જાન્યુઆરીથી 28મી જાન્યુઆરી દરમિયાન જેસીઆઇ ભરુચ દ્વારા મેગા ટ્રેડ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે.
જેસીઆઈના પ્રથમ PR પ્રોજેક્ટ,મેગા ટ્રેડ ફેરના ઉદઘાટક તરીકે અધિક જિલ્લા કલેકટર એન.આર.ધાંધલ ,તેમજ મુખ્ય મહેમાન પદે ઝોન પ્રેસિડેન્ટ કિંજલ શાહ તેમજ કુલ લાઈન એજન્સીના એમ.ડી. મુકુંદ ડેપ્યુટી ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ ટ્રેડ ફેરની મુલાકાત લઈ આયોજનને બિદાવ્યું હતું.
આ પ્રસંગે જેસીઆઇ ભરુચના પ્રેસિડેન્ટ તૃપ્તિ રાઠોડ, વાઈઝ પ્રેસિડેન્ટ હર્ષ શાહ,પ્રોજેક્ટ ઇન્ચાર્જ સમીર ઠક્કર,પ્રોજેક્ટ કોઓર્ડિનેટર આશિષ શેઠ,સેક્રેટરી સુનિલ નેવે,બિસનેઝ ડાયરેકટર ક્ષિતીજ શાહ સહિત અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories