New Update
ભરૂચ નગર સેવા સદન દ્વારા કરાયુ આયોજન
રોટરી હોલ ખાતે કાર્યક્રમ યોજાયો
5 વોર્ડના સેવા સેતુ કાર્યક્રમનું આયોજન
નગરપાલિકા પ્રમુખ સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત
વિવિધ સેવાનો લાભ સ્થળ પર અપાયો
ભરૂચ નગર સેવા સદન દ્વારા સેવા સેતુ કાર્યક્રમનું રોટરી હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેનો લાભાર્થીઓએ લાભ લીધો હતો.
રાજ્ય સરકારની વિવિધ સેવાઓનો લાભાર્થીઓને સ્થળ પર જ લાભ મળી રહે તે હેતુથી રાજ્યભરમાં દસમા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે ભરૂચ નગર સેવા સદન દ્વારા શહેરના રોટરી હોલ ખાતે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ વિભૂતિ યાદવ ચીફ ઓફિસર હરેશ અગ્રવાલ સહિતના અધિકારીઓ તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં રાજ્ય સરકારની વિવિધ 53 સેવાઓનો લાભ લાભાર્થીઓને સ્થળ પર જ આપવામાં આવ્યો હતો.આ સેવા સેતુ કાર્યક્રમનો વોર્ડ નંબર 5,6,7,8 અને 11ના રહીશોએ લાભ લીધો હતો.
Latest Stories